બહાર છે.
વગેરેનો યોગ મળે, ધર્માત્માનો ને તીર્થંકર વગેરેનો યોગ મળે એવા પ્રકારના વિશિષ્ટ
પુણ્ય સત્ય– સ્વભાવના આદરપૂર્વક શ્રવણમાં બંધાય છે. જો કે તે પુણ્ય કાંઈ સ્વભાવની
પ્રાપ્તિ તો ન કરાવી ધે, પણ ધર્મના બહુમાનના સંસ્કાર ભેગા લઈ જાય તો બીજા
ભવમાંય ધર્મશ્રવણ વગેરેનો યોગ મળે ને અંર્તપ્રયત્ન કરે તો સ્વભાવની પ્રાપ્તિ થઈ
જાય. સત્યના શ્રવણમાં જેને ઉત્સાહ આવ્યો તે પણ ભાગ્યશાળી છે. અરે, અત્યારે તો
કેવી કેવી વિપરીત પ્રરૂપણા ને અસત્ય ચાલી રહ્યા છે, તેની વચ્ચે આવા પરમ સત્ય
સ્વભાવના શ્રવણનો પ્રેમ જાગવો ને સત્ય તરફ ઝૂકાવ થવો તથા એના દ્રઢ સંસ્કાર
સાથે લઈ જવા તે મહાન લાભનું કારણ છે. એકવાર ઊંડેઊંડે સત્યસ્વભાવનો પ્રેમ
જગાડીને તેના સંસ્કાર આત્મામાં જેણે રોપ્યા તેને જરૂર અલ્પકાળે તે સંસ્કાર પાંગરીને
આત્માની પ્રાપ્તિ થશે.
જ્ઞાનચેતનાને નચાવતા થકા ચૈતન્યના પ્રશમરસને સાદિઅનંતકાળ સુધી પીઓ. જ્ઞાનીને
જ્યાં જ્ઞાનચેતના પ્રગટી ત્યાં હવે ક્્યાંય પરભાવમાં અટકી જવાનું તો છે જ નહિ, હવે
તો આનંદપૂર્વક ચૈતન્યરસને પીતાંપીતાં મોક્ષને સાધવાનો છે...અનુભવની વૃદ્ધિ જ
કરતા જવાની છે. અજ્ઞાનીઓને જ્ઞાનચેતનાની આનંદધારાની તો ખબર નથી, એટલે
ક્્યાંય ને ક્્યાંય પરભાવમાં તેને અટકી જવાનું બની જાય છે. ને જ્ઞાનીને તો આનંદની
ધારા ઉલ્લસી છે....તે તરફ જ પરિણતિનો વેગ વળ્યો છે....એટલે આત્માને તેમાં જ
ઉત્સાહિત કરે છે કે હે આત્મા! હવેથી સદાકાળ આ પ્રશમરસને પીતાંપીતાં પૂર્ણતાને
પામ! સાધક તો થયો, હવે અનુભવની ઉગ્રતા કરીને સિદ્ધ થા. એ જ આત્માનું કામ છે.
અજ્ઞાનદશામાં સંસારનો કાળ ગયો તે તો ગયો, પણ હવે ચૈતન્યનું ભાન થયું ત્યારથી
માંડીને સદાકાળ આ ચૈતન્યરસને જ પીઓ. જેણે ચૈતન્યના અમૃતરસ ચાખ્યા તેને
વિકારનાં ઝેર કેમ ગમે! ચૈતન્યનો શાંતરસ પીધો તેને ચૈતન્યરસની મીઠાસ પાસે
આખોય સંસાર ખારો લાગે છે, એટલે એકવાર ચૈતન્યનો મીઠો સ્વાદ જેણે ચાખ્યો તેની
પરિણતિ પરભાવમાં કદી નહિ જાય, સદાય જુદી જ રહેશે. આવી અનુભૂતિ પ્રગટ
કરવી–એ જ આત્માનું કામ છે.