આત્મધર્મ રજીસ્ટર નં. જી ૧૮૨
ધર્મસાધનમાં એક
ક્ષણનોય વિલંબ ન હો
(કોઈક વૈરાગ્યપ્રસંગે થયેલ ચર્ચા ઉપરથી)
જીવને ઘણી વાર પ્રમાદને લીધે એમ થાય છે કે હજી ઉમર નાની
છે, અમુક વર્ષ પછી આત્મહિતમાં જ જીવન વીતાવશું......
પણ ભાઈ....આ નાની ઉમરમાંથી મોટી ઉમર થશે જ–એવી શું
તને આયુષની બાંહેધરી છે? અત્યારે ૪૦ વર્ષ છે તો પપ કે ૬૦ વર્ષ
સુધી આયુષ રહેશે જ–એની શું તને કોઈ ખાતરી છે? ના; તો પછી એવી
અનિશ્ચિત વસ્તુના આધારે ધર્મમાં વિલંબ ન કર. ૧પ–૨૦ વર્ષની નાની
વયમાં જ ઘણાના આયુષ પૂરા થઈ જતા દેખીએ છીએ. વળી, આઠ વર્ષ
(ગર્ભવાસસહિત) ની વય થઈ ગયા પછી ધર્મને માટે તારી ઉમર યોગ્ય
થઈ જ ગઈ છે; આઠ વર્ષ થઈ જાય ત્યારે ધર્મને માટે નાની વય ગણાય
નહિ. આયુષ્ય ભલે લાંબુ હોય તોપણ તેનો જે સમય ધર્મસાધનમાં વીતે
ને જ ઉત્તમ છે. બીજા નિષ્પ્રયોજન કાર્યોમાં જીવન વીતે તે તો નિષ્ફળ
છે. માટે ‘પછી’ એવો પ્રમાદભાવ દૂર કરીને ‘અત્યારે’ એવો
ઉત્સાહભાવ કર....ને સર્વ ઉદ્યમને ધર્મ સાધનમાં જોડ.
જે ‘પછી’ કરવાનું કહે છે તે આત્મકાર્યનો જો તને ખરેખર પ્રેમ
છે તો અત્યારે જ શા માટે તેમાં પ્રવૃત નથી થતો? આત્મહિતના કાર્ય
કરતાં બીજું તો કોઈ ઉત્તમ કાર્ય આ જગતમાં છે નહીં.
અષ્ટાહ્નિકા દરમિયાન સોનગઢમાં ‘શ્રી જિનેન્દ્ર સહસ્રવસુ
(૧૦૦૮) નામ મંડલવિધાનપૂજન’ થયું હતું. આ મંડલવિધાન
સોનગઢમાં બીજી વખત થયું.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: અનંતરાય હરિલાલ શેઠ, આનંદ પ્રિન્ટિંગ પ્રેસ–ભાવનગર