Atmadharma magazine - Ank 254
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 29

background image
: ૨ : આત્મધર્મ : માગશર :
મં ગ લ પ્ર વ ચ ન
(એકવીસમાં સૈકાના એકવીસમા વર્ષનું મંગલ પ્રવચન)
* પરમાત્મપ્રકાશ અને સમયસાર *
આજે મંગલ–સુપ્રભાત છે. અહીં માંગલિક
તરીકે પરમાત્મપ્રકાશમાં પંચપરમેષ્ઠી ભગવંતોને
નમસ્કાર ચાલે છે. જગતમાં પંચપરમેષ્ઠી મહાન
મંગળ છે. અને એ પંચપરમેષ્ઠીને ઓળખીને
નમસ્કાર કરતાં આત્માના ભાવમાં પવિત્રતા થાય
છે તે પણ મંગળ છે. આત્માની ઓળખાણ અને
શ્રદ્ધા કરવી તે મહાન મંગળ છે, તેના ફળમાં
કેવળજ્ઞાનથી ઝળહળતું પૂર્ણ સુપ્રભાત ખીલે છે; ને
તેના સાધકરૂપ સમ્યક્ત્વાદિ પ્રગટ્યા તે મંગલ
સુપ્રભાત છે.
પંચપરમેષ્ઠીને આત્મામાં અતીન્દ્રિય આનંદની છોળો ઊછળતી હોય છે;
ચૈતન્યસ્વરૂપમાં મગ્ન થઈને અતીન્દ્રિય આનંદનું વેદન કરતા હોય છે. આ આત્મા એવા
જ આનંદનું ધામ છે. અહા, વીતરાગમાર્ગના સંતો સિંહ જેવા હોય છે....જગતની જેને
દરકાર નહિ. ચૈતન્યસૂર્યના તેજથી તપતો આત્મા, તેમાં શુદ્ધોપયોગ વડે જેઓ ચરે છે–
વર્તે છે–લીન થાય છે ને જગતના જીવોને તેનો ઉપદેશ આપે છે, આવા વીતરાગમાર્ગી
સંતો કેવળજ્ઞાનના સાધક છે. અહા, કેવળજ્ઞાન થતાં અનંત ચક્ષુ ઊઘડી જાય છે. અઢી
દ્વીપમાં કરોડો મુનિઓ બિરાજે છે, લાખો કેવળી અરિહંત ભગવંતો અને અનંતા સિદ્ધો
બિરાજે છે,–એનું સ્વરૂપ લક્ષમાં લેતાં જ્ઞાન નિર્મળ થાય છે. તેમના જેવો શુદ્ધ આત્મા જ
મારે ઉપાદેય કરવા યોગ્ય છે. મારો શુદ્ધાત્મા જ મારે ઉપાદેય છે ને એનાથી વિરુદ્ધ બીજું
બધુંય મારે હેય છે. મારી અસંખ્ય પ્રદેશી ચૈતન્યકાયા–સદાય નીરોગી–રાગના રોગ
વગરની છે. જગતના છ દ્રવ્યોમાં આત્મા સૌથી મહાન–મહિમાવંત છે, આત્મામાં પણ
પંચપરમેષ્ઠી ઉપાદેય છે. પંચપરમેષ્ઠીમાં પણ અરહંત અને સિદ્ધ પૂર્ણ પરમાત્મા છે, તે
ઉપાદેય છે, તેમાંય સિદ્ધભગવંતો સંપૂર્ણ શુદ્ધ છે. અને તે સિદ્ધ ભગવાન જેવો આ