Atmadharma magazine - Ank 254
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 29

background image
ધર્મી જીવ જાણે છે કે જે મારા સ્વરૂપનું અસ્તિત્વ છે તેમાં કર્મની ૧૪૮
જુઓ ભાઈ, દીવાળીની આ બેસતાવર્ષની બોણી પીરસાય છે. અહા, અચિંત્ય
નિધાનથી ભરેલો તારો આત્મવૈભવ,–તે નિધાન ખુલ્લા મુકીને સંતો તને બતાવે છે કે લે,
આ તારા નિધાન!! અહા, ચૈતન્યના અનુભવની શી વાત કરવી? જે પદનો પૂરો મહિમા
જેવો જ્ઞાનમાં ભાસ્યો તેવો વાણીમાં પૂરો આવી શકતો નથી. આવો અચિંત્ય તારા
સ્વભાવનો મહિમા, તે મહિમા જેને ભાસે તેના આત્મામાં જ્ઞાનદીવડા પ્રગટે. પ્રભો! પુણ્ય
અને સંયોગની પાછળ તું દોડ તેમાં તારા ચૈતન્યનું માહાત્મ્ય લૂંટાય છે. તારા ચૈતન્યની
મહત્તા ચૂકીને પરની મહત્તા કરવામાં તું કયાં રોકાણો? પરની મહત્તા કરી કરીને અને
સ્વભાવની મહત્તા ભૂલીભૂલીને તું સંસારમાં રખડી રહ્યો છે. પણ જ્યાં સ્વભાવનું
માહાત્મ્ય લક્ષમાં લઈને તેના અનુભવમાં ઠર્યો ત્યાં ધર્મીના તે અનુભવમાં સમસ્ત કર્મનો
ને કર્મના ફળનો અભાવ છે; ધર્મી એ કર્મફળને નથી ભોગવતો, એ તે ચૈતન્યના આનંદને
જ ભોગવે છે. વીરપ્રભુ જે માર્ગે મોક્ષ સીધાવ્યા તે મોક્ષમાર્ગે પ્રયાણ કરવાનું પહેલું પગલું
આ છે કે આવા સ્વભાવનો મહિમા લાવીને તેમાં અંતમુર્ખ થવું. અહો, અંતરમાં નજર
કરીને જેણે નિજનિધાન નીહાળ્‌યા છે તે સમ્યગ્દ્રષ્ટિધર્માત્મા શુદ્ધાત્મપ્રતીતિના બળથી કહે
છે કે પરભાવનો