Atmadharma magazine - Ank 254
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 29

background image
: માગશર : આત્મધર્મ : પ :
ધર્મીને ચૈતન્યનો જે મહિમા જાગ્યો છે, રાગ તેને લૂટીં શકે નહિ. ચૈતન્યમહિમા
સ્વા.....નુ.....ભૂ.....તિ
ચૈતન્યમૂર્તિ આત્મા સૂક્ષ્મ અતીન્દ્રિય વસ્તુ છે; એ કાંઈ
ઈન્દ્રિયગ્રાહ્ય વસ્તુ નથી કે બહારથી જણાઈ જાય. એ તો
અંતમુર્ખ જ્ઞાનનો વિષય છે. અતીન્દ્રિય હોવા છતાં અંતમુર્ખ
જ્ઞાન વડે તે સ્વાનુભવમાં આવી શકે છે. એ સ્વાનુભૂતિમાં એક
સાથે અનંતા ગુણોનું નિર્મળ પરિણમન સમાયેલું છે.
આ સ્વાનુભૂતિ–ક્રિયા અન્ય કારકોથી નિરપેક્ષ છે; તેના છએ
કારકો પોતામાં જ સમાય છે. અજ્ઞાનભાવમાંય કાંઈ પર કારકો
ન હતા; અજ્ઞાન વખતેય જીવ પોતે જ પોતાના અજ્ઞાનમય છ
કારકોરૂપ પરિણમતો હતો; ને હવે જ્ઞાનદશામાંય તે સ્વતંત્રપણે
પોતાના છ કારકોથી પરિણમે છે, સ્વાનુભૂતિ પોતાના શુદ્ધ
આત્મતત્ત્વ સિવાય અન્ય સમસ્ત પરભાવોથી અત્યંત નિરપેક્ષ
છે.
“નિજ પરમાત્મતત્ત્વના સમ્યક્શ્રદ્ધાન–જ્ઞાન–અનુષ્ઠાનરૂપ
શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય
છે અને તે શુદ્ધરત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ છે.”
–શ્રી નિયમસાર.
“રત્નસંગ્રહ” માંથી