Atmadharma magazine - Ank 255
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page  


PDF/HTML Page 29 of 29

background image
આત્મધર્મ રજીસ્ટર નં. જી ૧૮૨
_________________________________________________________________
જીવનનાં મૂલ્ય
અનેક વર્ષોના ઘણા પરિશ્રમપૂર્વક મેળવેલી લાખો–કરોડોની સંપદા પણ, જ્યારે
જીવન–મરણનો પ્રસંગ આવે ત્યારે ક્ષણમાત્રમાં જીવ તે બધી સંપદા છોડે છે લાખો–
કરોડોની એ બધી સંપદા આપીને પણ તે પોતાનું જીવન બચાવવા માંગે છે, ક્ષણના જીવન
ખાતર વર્ષોથી ભેગી કરેલી બધી સંપદા ક્ષણભરમાં ન્યોછાવર કરી દે છે. આ ઉપરથી
ફલિત થાય છે કે લાખો કરોડોની સંપદા કરતાંય જીવનની એક ક્ષણ વધુ કિંમતી છે. લાખો
કરોડોની સંપદા આપતાંય જીવનની એક ક્ષણ મળી શકતી નથી. તેથી જીવનની એકેક
ક્ષણને જે નકામી ગુમાવે છે તે લાખો–કરોડોની સંપદા કરતાંય વધુ કિંમતી વસ્તુને વેડફી
રહ્યો છે....જીવનનાં ખરા મૂલ્યાંકન તો ધર્મસાધના વડે જ થઈ શકે છે. એવી ધર્મસાધના
વગર આ મોંઘેરા જીવનને જે નિષ્ફળ વેડફી રહ્યો છે...તેની મૂર્ખતાની શી વાત!
समयसार कलश–टीका
જેની રાહ જોવાતી હતી તે પુસ્તક ‘समयसार कलश–टीका’ આધુનિક
હિન્દીભાષામાં પ્રગટ થઈ ગયું છે. ગ્રંથાધિરાજ સમયસારની જે સર્વોત્તમ ટીકા દ્વારા
અમૃતચંદ્રસૂરિએ રહસ્યો ખોલ્યાં છે તે ટીકામાં અધ્યાત્મરસઝરતા કાવ્યરૂપ ૨૭૮ શ્લોક છે,
તેને ‘
कलश’ કહેવાય છે. સમયસારના આ ૨૭૮ કલશના અર્થો ખાસ અધ્યાત્મશૈલીથી પં.
શ્રી રાજમલ્લજીએ પ્રાચીન ઢૂંઢારી–હિન્દી ભાષામાં લગભગ ૪૦૦ વર્ષ પહેલાં લખ્યા છે. તે
મૂળ ભાષામાં લગભગ ૩૪ વર્ષ પહેલાં (વીર સં. ૨૪પ૭ માં) પ્રગટ થયેલ. ત્યારબાદ આ
તેનું આધુનિક હિન્દી સંસ્કરણ પ્રગટ થયું છે. તેની કિંમત ૨–૦૦ (બે રૂપીઆ) છે. હાલ પૂ.
ગુરુદેવના પ્રવચનમાં સવારે પરમાત્મપ્રકાશ વંચાય છે ને બપોરે સમયસારનો અંતિમ ભાગ
(૪૭ શક્તિઓ વગેરે) વંચાય છે; સમયસાર લગભગ આ માસમાં (૧૪મી વખત) પૂરું
થશે, ને ત્યારપછી ‘સમયસાર–કલશ–ટીકા’ વંચાશે. પં. શ્રી બનારસીદાસજી વગેરેએ પણ
આ કલશટીકા વાંચેલી ને તેની અધ્યાત્મશૈલીથી તેમને પ્રમોદ આવેલો; એના આધારે તેમણે
‘સમયસારનાટક’ લખેલ છે. પં. શ્રી રાજમલ્લજી પાંડેએ આ કલશટીકા ઉપરાંત બીજા પણ
ગ્રંથો લખેલા છે. જેમાં ‘લાટીસંહિતા’ માં મુખ્યપણે શ્રાવકના ધર્મોનું વર્ણન છે, તથા
‘પંચાધ્યાયી’ માં દ્રવ્ય–ગુણ–પર્યાય, સમ્યક્ત્વાદિનું વર્ણન છે, અધ્યાત્મકમલમાર્તંડ એ
ભાવનાગ્રંથ છે; આ ગ્રંથો તથા બીજા કેટલાક ગ્રંથો તેમના રચેલા મનાય છે.
બનારસીદાસજીએ આ કલશ ટીકાને ‘બાલબોધ’ ટીકા કહી છે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: અનંતરાય હરિલાલ શેઠ, આનંદ પ્રિન્ટિંગ પ્રેસ–ભાવનગર