Atmadharma magazine - Ank 255
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 29

background image
વૈરાગ્ય સમાચાર
(૧) સુરેન્દ્રનગરના શેઠશ્રી જગજીવન ચતુરદાસના ધર્મપત્ની શ્રી મોતીબેન
કારતક વદ પાંચમના રોજ સુરેન્દ્રનગર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવાર–
નવાર સોનગઢ આવીને સત્સમાગમનો લાભ લેતા હતા, અને તત્ત્વની જિજ્ઞાસા
તેમને સારી હતી. માંદગી દરમિયાન પણ રેકોડિંગ મશીન દ્વારા તેઓ ગુરુદેવના
પ્રવચનો સાંભળતા; તેમજ અંતિમ દિવસોમાં સોનગઢથી તેમની બંને પુત્રીઓ
આવેલ તેમની પાસેથી ધાર્મિકશ્રવણ તથા દેવ–ગુરુ–ધર્મનો મહિમા સાંભળતાં તેમને
ઘણો ઉત્સાહ આવતો હતો. આ રીતે ઠેઠ સુધી ધાર્મિકઉત્સાહના સારા
(૨) સુરેન્દ્રનગરના ભાઈશ્રી મગનલાલ તલકશી શાહના ધર્મપત્ની શ્રી
શકરીબેન માગસર સુદ ૧૨ના રોજ ૬૬ વર્ષની વયે સુરેન્દ્રનગરમાં સ્વર્ગવાસ પામ્યા છે;
તેમને તત્ત્વનો પ્રેમ હતો અને માંદગી દરમિયાન પણ રેકોર્ડિંગ મશીનદ્વારા ગુરુદેવના
પ્રવચનો સાંભળતા હતા, એ સાંભળતાં પોતાનો ધાર્મિક ઉત્સાહ પણ અવારનવાર
વ્યક્ત કરતાં હતા. તેઓ પોતાની આત્મિક જિજ્ઞાસામાં આગળ વધીને જિનધર્મની
છાયામાં આત્મહિત સાધે–એ જ ભાવના.
(૩) ગત માસમાં રાજકોટ મુકામે મુમુક્ષુમંડળના ત્રણ સભ્યો સ્વર્ગવાસ
પામ્યા. તા. ૧પ–૧૨–૬૪ ના રોજ શ્રી અમીચંદ ન્યાલચંદ દફતરી, તા. ૧૬–૧૨–૬૪ ના
રોજ શ્રી કસુંબાબેન ગુલાબચંદ મોદી, તથા તા. ૧૮–૧૨–૬૪ ના રોજ શ્રી શિવલાલ
દેવચંદ દોશી (વકીલ) સ્વર્ગવાસ પામ્યા છે. આ ક્ષણભંગુર અશરણ સંસારમાં એકમાત્ર
શરણ એવા દેવ–ગુરુ–ધર્મના સેવનથી તેઓ આત્મહિત પામે–એમ ઈચ્છીએ.
સૂચના
‘આત્મધર્મ’ માસિકનું સમગ્ર મેટર તા. ૨૦મીએ પ્રેસમાં
અપાઈ જાય છે; એટલે ‘આત્મધર્મ માટેના યોગ્ય સમાચાર
વગેરે તા. ૨૦મી સુધીમાં મળી જવું જરૂરી છે. ત્યારપછી
આવેલ સમાચારો માટે બીજા માસમાં વ્યવસ્થા થશે.