આત્મધર્મ રજીસ્ટર નં. જી ૧૮૨
_________________________________________________________________
પૂ. ગુરુદેવના પ્રવાસનો કાર્યક્રમ
પહેલાંના કાર્યક્રમ અનુસાર પૂજ્ય ગુરુદેવ
તા.૭ના રોજ સોનગઢથી પ્રસ્થાન કરીને ભોપાલ–
ઈન્દોર વગેરે સ્થળે પધારવાના હતા; પણ તે કાર્યક્રમમાં
ફેરફાર કરવામાં આવેલ છે; તે અનુસાર તા.૧૦
ફેબુઆરીએ સોનગઢથી પ્રસ્થાન કર્યું છે, અને ભોપાલ,
મલ્હારગઢ, ઉજ્જૈન વગેરે થઈને ફાગણ સુદ એકમ
(તા.૪ માર્ચે) સોનગઢ પુન: પધારશે. પૂજ્ય ગુરુદેવની
તબિયત સારી છે.
* *
સીમંધર પ્રભુની પ્રાચીન મૂર્તિ
મધ્યપ્રાન્તમાં બયાના (ભરતપુર) ગામમાં
સીમંધરપ્રભુની પાંચસો વર્ષ, પ્રાચીન જે મૂર્તિ
બિરાજમાન છે, તેનું ચિત્ર સોનગઢ આવી ગયેલ છે; ને
આગામી માસમાં સીમંધરપ્રભુની પ્રતિષ્ઠાની પચીસમી
વર્ષગાંઠ પ્રસંગે ‘‘આત્મધર્મ’ માં તે પ્રસિદ્ધ થશે.
* *
સમયસાર–કલશ ટીકા
પૂજ્ય ગુરુદેવ ભોપાલ–ઉજ્જૈન વગેરેના પ્રવાસેથી
સોનગઢ ફાગણ સુદ એકમે પધારશે; ને ફાગણ સુદ
બીજના મંગલ દિને સમયસાર–કલશટીકા ઉપર પ્રવચનો
શરૂ થશે.
_________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : અનંતરાય હરિલાલ શેઠ, આનંદ પ્રિન્ટિંગ પ્રેસ–ભાવનગર