Atmadharma magazine - Ank 257
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 37

background image
: ફાગણ : આત્મધર્મ : 5A :
‘સમયસાર–કલશટીકા’ ઉપરનાં પ્રવચનો:
શુદ્ધાત્માને નમસ્કારરૂપ
અપ્રતિહત માંગલિક
“ફાગણ સુદ બીજ” એ સોનગઢમાં સીમંધરનાથની મંગલપ્રતિષ્ઠાનો દિવસ,
ને સં. ૨૪૯૧ના ફાગણ સુદ બીજે તેની પચ્ચીસમી વર્ષગાંઠ; એ મંગલદિને
સોનગઢમાં સીમંધરભક્ત શ્રી કાનજીસ્વામીના પ્રવચનમાં સમયસાર
કલશટીકાના વાંચનનો પ્રારંભ થયો. તેમાંથી મંગલપ્રવચન અહીં આપ્યું છે.
नमः समयसाराय रवानुभूत्या चकासते
चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे।।१।।
અનેકાન્તરૂપી અમૃતને પીનારા અમૃતચંદ્રાચાર્ય, જાણે કે ચાલતા સિદ્ધ હોય–એવી
મુનિદશામાં ઝૂલતા હતા, તેમણે કુંદકુંદપ્રભુના હૃદયનું રહસ્ય સમયસારની ટીકામાં ખોલ્યું. તે
ટીકામાં ૨૭૮ કલશ છે, જેમ મંદિર ઉપર સોનાનો કળશ શોભે તેમ સમયસારરૂપી મંદિરમાં
આ શ્લોકો સોનાના કલશની જેમ શોભે છે. બરાબર આજે સીમંધરભગવાનની
પધરામણીનો દિવસ છે. મંદિરની પ્રતિષ્ઠાનો આજે દિવસ છે ને આજે આ શાસ્ત્ર શરૂ થાય
છે. આ સમયસારના કળશની ટીકા શ્રી રાજમલ્લજી પાંડેએ ઢુંઢારી ભાષામાં લગભગ ૪૦૦
વર્ષો પહેલાં લખી હતી તેના ઉપર આજે પ્રવચનો શરૂ થાય છે.
આ પહેલો કળશ એ સમયસારની ટીકાનું અપૂર્વ માંગળિક છે. આત્માનો શુદ્ધ
અસ્તિસ્વભાવ શું છે, તેનું અલૌકિક વર્ણન છે. આત્માનો સર્વજ્ઞ સ્વભાવ અગાધ
સામર્થ્યથી ભરેલો છે, તેની અતીન્દ્રિય સ્વચ્છતામાં લોકાલોક સહેજે જણાઈ જાય છે.
જેમ અગાધ આકાશમાં અનેક નક્ષત્રો–તારાઓ ઝળકે છે, તેમ સ્વચ્છ ચૈતન્યઆકાશમાં
લોકાલોક જ્ઞેયપણે (આકાશમાં એક નક્ષત્રની માફક) ઝળકે છે. ચૈતન્યની સ્વચ્છતાને
જોતાં સમસ્ત જ્ઞેયો સહેજે જણાઈ જાય છે. કાંઈ જ્ઞેયોને જાણવા માટે બહિરલક્ષ કરવું
નથી પડતું. આવા જ્ઞાનસ્વરૂપ જે શુદ્ધઆત્મા તે ‘સમયસાર’ છે, તેનું આમાં વર્ણન છે.
તેને અહીં સારભૂત ગણીને માંગળિકમાં નમસ્કાર કર્યો છે.
અહો, અમૃતચંદ્રાચાર્યના આ મંગલા–