Atmadharma magazine - Ank 258
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 37

background image
: ચૈત્ર : આત્મધર્મ : ૭ :
(૬૮) આત્માને મૂર્ત માને તે મૂર્ખ છે.
શરીરના સંબંધથી આત્માને ખરેખર મૂર્ત માની લ્યે તે મૂર્ખ છે. અરે જીવ! તારું
અમૂર્તપણું છોડીને શરીરના સંબંધે તું મૂર્ત થવા ગયો! શરીરના સંયોગ વચ્ચે રહેલો
આત્મા અત્યારે પણ અમૂર્ત જ છે; એને મૂર્ત કહ્યો તે તો ઉપચારથી જ કહ્યો છે, ખરેખર
તે મૂર્ત નથી. મૂર્ત તો શરીર જ છે. આત્મા તો સદાય ઉપયોગસ્વરૂપ અમૂર્ત જ છે. આવા
આત્માને જે જાણે તેણે જ ખરા આત્માને જાણ્યો કહેવાય અંતમુર્ખ જોનારને પોતાનો
આત્મા અમૂર્ત જ ભાસે છે, મૂર્તપણું જરાય ભાસતું નથી. જ્યાં કર્મનો સંબંધ જ નથી
ભાસતો ત્યાં વળી મૂર્તપણું કેવું? અરે, અનંત શક્તિવાળા આત્મસ્વભાવમાં જ્યાં
વિકારીપણું પણ નથી ત્યાં વળી મૂર્તિકપણું કેવું? આત્માને મૂર્ત દેખવો એ તો ઘણી સ્થૂલ
દ્રષ્ટિ છે. આત્મામાં અમૂર્ત શક્તિ છે. તેના ઉત્પાદ–વ્યય કાંઈ મૂર્તરૂપ નથી. મૂર્ત તો જડ
છે. આત્મા કાંઈ જડ નથી કે તે મૂર્ત હોય.
(૬૯) ઉત્પાદ વ્યય ધુ્રવ પ્રવચનસારના.....
ને ઉત્પાદ વ્યયધુ્રવ સમયસારના.....
જગતના બધા દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં રહેલા સત્ છે; ને ઉત્પાદ–વ્યય–
ધુ્રવતા તે સત્નો સ્વભાવ છે; તે સ્વભાવમાં દ્રવ્ય રહેલું છે. આમ બધા દ્રવ્યોના સત્
સ્વભાવનું વર્ણન પ્રવચનસાર ગા. ૯૯ વગેરેમાં બતાવ્યું છે. ત્યાં તો નિર્મળતા કે વિકાર
બધું આત્માના સત્ સ્વભાવમાં સમાય છે.
અને અહીં આત્માની શક્તિઓના વર્ણનમાં જે ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વ શક્તિ
બતાવી તે શક્તિના સ્વભાવમાં તો એકલી નિર્મળતા જ આવે. મલિનતા તેમાં ન
આવે, ત્યાં પરથી ભિન્નતા બતાવી હતી, અહીં વિકારથી પણ આત્માની ભિન્નતા
બતાવવી છે.
જો કે ૯૯મી ગાથામાં જે ઉત્પાદ વ્યય ધુ્રવરૂપ સત્ સ્વભાવ બતાવ્યો તે
સ્વભાવનો જે નિર્ણય કરે તેને તો સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શન થાય જ એટલે કે તેને
નિર્મળ પર્યાય તો શરૂ થઈ જ જાય; છતાં જે વિકારભાવ હોય તે પણ આત્માના ઉત્પાદ–
વ્યયમાં સમાય છે, તે પણ આત્માના સત્માં સમાય છે, કેમ કે ત્યાં પ્રમાણના વિષયરૂપ
દ્રવ્યનું વર્ણન છે.
અહીં સાધકની પર્યાયમાં જે વિકાર હોય તેને સ્વદ્રવ્યમાં ગણતા નથી, તેને
અનાત્મા ગણીએ છીએ. નિર્મળ શક્તિઓ અને તેનું નિર્મળ પરિણમન