Atmadharma magazine - Ank 258
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 37

background image
: ૧૨ : આત્મધર્મ : ચૈત્ર :
તે–સ્વરૂપ આત્મા થઈ ગયો નથી, એમ શુદ્ધનયને જાણનારા યોગીશ્વરો કહે છે. આવા
આત્માને અંતરમાં દેખવો–અનુભવવો એ જ સુખનો રસ્તો છે; એ જ જિનનો ઉપદેશ છે.
સુખનો પ્રવાહ જેમાંથી સતત વહે છે એવો સુખસમુદ્ર આત્મા છે, ને શુદ્ધોપયોગ
વડે તે અનુભવમાં આવે છે. આવો અનુભવ જેને નથી એવો જીવ શુભ અને અશુભરૂપે
પરિણમતો થકો કર્મબંધનથી ચાર ગતિમાં રખડે છે. તો પણ શુદ્ધ પારિણામિક
પરમભાવની દ્રષ્ટિથી જોઈએ તો આત્મા વિકારનો કર્તા નથી, તેને કર્મબંધ પણ નથી,
અને કર્મથી છૂટવારૂપ મોક્ષ પણ નથી. સદાય કર્મરહિત શુદ્ધ જ છે–એવા સ્વભાવમાં
બંધન–મોક્ષ શું? આવા સ્વભાવને ધ્યેયરૂપ બનાવીને એકાગ્ર થતાં પર્યાયમાં બંધન
ટળીને મુક્તિ થાય છે. જિનવચનનો સાર પણ એ જ છે કે જેનાથી બંધન ટળે ને મુક્તિ
થાય.
શુદ્ધાત્મદ્રષ્ટિમાં તો આત્માને બંધન જ નથી એટલે બંધનથી છૂટવારૂપ મુક્ત
થવાનું પણ તેમાં નથી. જેમ જેલના બંધનથી પહેલાં જ બંધાયેલો હોય ને છૂટે તેને
મુક્ત થયો કહેવાય; પણ જે મનુષ્ય જેલમાં ગયો જ નથી, છૂટો જ છે, તેને ‘તું
જેલથી મુક્ત થયો એમ કહેવાનું રહેતું નથી. તેમ જીવને પર્યાયમાં બંધન છે એટલે
સમ્યગ્દર્શનાદિ વડે પર્યાયમાં મુક્ત થવાનું બને છે, પણ શુદ્ધ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિમાં
તો આત્મા કર્મને સ્પર્શ્યો જ નથી, તેને બંધન જ નથી એટલે ‘આત્મા બંધનથી
મુક્ત થયો’ એમ કહેવાનું શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિમાં બનતું નથી. પર્યાયમાં બંધ–મોક્ષ છે તેનો
કર્તા આત્મા પોતે છે. જે જીવ શુદ્ધાત્માની અનુભૂતિ નથી કરતો ને અશુદ્ધાત્માને જ
અનુભવે છે તે પોતાના અશુદ્ધભાવથી બંધાય છે, અને જે જીવ શુદ્ધાત્માની
અનુભૂતિ કરે છે તે જ સંવર–નિર્જરા તથા મોક્ષ પામે છે. આમાં મોક્ષ તો
ક્ષાયકભાવે છે, સંવર–નિર્જરા તે ઉપશમ–ક્ષયોપશમ કે ક્ષાયક ભાવે છે; શુભાશુભ
ભાવો તો ઉદયભાવ રૂપ છે, તે કાંઈ સંવર–નિર્જરા કે મોક્ષનું કારણ નથી, તે તો
બંધનું જ કારણ છે. શુદ્ધ દ્રવ્ય તો પરમ પારિણામિભાવરૂપ છે.
શુદ્ધ દ્રવ્યસ્વભાવ ત્રિકાળ એકરૂપ છે; તે સ્વભાવમાં જ જો બંધન હોય તો બંધન
કદી છૂટી ન શકે. તેમાં બંધન નથી, એટલે બંધન હતું ને છૂટયું એવા પર્યાયના જે પ્રકારો
છે તે શુદ્ધસ્વભાવદ્રષ્ટિમાં દેખાતા નથી. પર્યાયમાં બંધ–મોક્ષનો કર્તા આત્મા છે. આમ
દ્રવ્ય અને પર્યાય બે–રૂપ વસ્તુ છે. પર્યાય સર્વથા ન માને તો વસ્તુની ખબર નથી,
પર્યાયને જ આખી વસ્તુ માની લ્યે તો તેને પણ વસ્તુની ખબર નથી. બંને જેમ છે તેમ
ઓળખવા જોઈએ. બંનેને ઓળખીને શુદ્ધ સ્વભાવને ઉપાદેય કરતાં શુદ્ધતા પ્રગટી જાય
છે બંધ–મોક્ષભાવનું કર્તૃત્વ પર્યાયમાં છે, દ્રવ્યમાં નહિ