Atmadharma magazine - Ank 258
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 37

background image
: ચૈત્ર : આત્મધર્મ : ૧૧ :
જિનવચનનો સાર

શુદ્ધાત્માની આરાધના વડે રત્નત્રયની પ્રાપ્તિ
કરવી તે જિનવચનનો સાર છે. સૌથી ઉત્કૃષ્ટ એવો જે
શુદ્ધાત્મા તેની ભાવના જન્મ મરણનો નાશ કરનારી
છે. હે ભવ્ય! શરીરમાં જરા–મરણ દેખીને તું ભયભીત
ન થા, અજર–અમર આત્માને ભજ. ઉત્સાહપૂર્વક એને
જ ભાવ...એની ભાવનાથી તને પરમ આનંદની પ્રાપ્તિ
થશે. એકવાર આત્માનું વહાલ કર......ને જગતનું
વહાલ છોડ.
(પરમાત્મપ્રકાશ–પ્રવચનો)
જિનવચનને પામ્યા વગર, એટલે કે જિનવચનમાં કહેલાં રત્નત્રયને પામ્યા
વગર જીવ જ્યાં ન ભમ્યો હોય એવું કોઈ સ્થાન આ જગતમાં નથી. જિનવચનના
સારને ગ્રહણ ન કરવાથી જીવ સંસારમાં સર્વત્ર ભમ્યો છે. જુઓ, જિનવચનનો સાર તો
એ છે કે રત્નત્રયની પ્રાપ્તિ થાય. રત્નત્રયની પ્રાપ્તિ શુદ્ધ આત્મસ્વભાવની આરાધનાથી
જ થાય છે, એટલે શુદ્ધ આત્માની આરાધના (તેની શ્રદ્ધા, તેનું જ્ઞાન, તેમાં લીનતા) તે
જિનવચનનો ઉપદેશ છે. આવા જિનવચનનો સાર જે જીવ ગ્રહણ કરે છે તે રત્નત્રયને
પામીને ભવસાગરને તરી જાય છે.
અરે, આનંદસ્વરૂપ આત્મા–તે પરમાર્થ સુખથી ભરેલો છે, ઈન્દ્રિયસુખની
કલ્પનાય તેનામાં નથી. ઈંદ્રોના જે ઈન્દ્રિયસુખ તે પણ આનંદસ્વરૂપ આત્માથી વિરુદ્ધ છે.
ઈન્દ્રિય– સુખોમાં આકુળતા છે, રાગ છે, દુઃખ છે, તે ખરેખર આત્માની ચીજ નથી.
શુદ્ધનય તેને જ આત્મા કહે છે કે જે આનંદથી જ ભરેલો છે, જેમાં આકુળતા નથી.
આવા આત્માને રાગરહિત સમાધિમાં દેખવો તે સમ્યગ્દર્શન છે. ધર્માત્મા પોતાના
ધ્યાનમાં આવા પરમ આનંદસ્વરૂપ આત્માને જ ધ્યાવે છે. તે જ ઉપાદેય છે, ને તેનાથી
વિરુદ્ધ એવા ઈન્દ્રિયસુખો હેય છે.
આત્મા સદાય શુદ્ધ નિજભાવસ્વરૂપે જ છે, તે કદી પરભાવરૂપ થઈ ગયો નથી.
શુદ્ધ દ્રષ્ટિથી જોતાં શુદ્ધ આત્મા દેખાય છે. અશુદ્ધ પર્યાયમાં જે રાગાદિ હોય