: ૧૪ : આત્મધર્મ : ચૈત્ર :
આવી સ્પષ્ટ ભિન્નતા જાણીને હે જીવ! તું આત્મભાવના કર, ને દેહમમતા છોડ–
અરે, હું તો આત્મા છું, આ બૂઢાપો–રોગ કે મરણ એ તો શરીરમાં છે, હું તો કાંઈ
શરીરના નાશથી મરતો નથી, હું તો શરીરથી ભિન્ન સદા ટકવાનો છું–એવું ભાન કરીને
હે જીવ! તું મરણનો ભય છોડ, ને આતમરામને જ ધ્યાવ. આત્માના ધ્યાનથી તારા
ભવનું અવસાન થઈ જશે–અર્થાત્ ભવનો અંત થશે, ને અવિનાશી એવું સિદ્ધપદ
પ્રગટશે.
અરે આત્મા! એકવાર તો શરીરનો પાડોશી થઈને આત્માનો અનુભવ કર.
બહારની કોઈ પ્રતિકૂળતા આત્મામાં ગરી નથી જતી, માટે તેનો ભય મત કર, તારો
ચૈતન્યકિલ્લો તેમાં પરનો પ્રવેશ નથી, તેમાં રોગાદિ પ્રતિકૂળતાનો પ્રવેશ નથી, તેમાં
મરણનો પ્રવેશ નથી; એમાં તો આનંદ વગેરે નિજનિધાન ભર્યા છે. આવા નિજભાવને
કદી ન છોડે ને પરભાવને કદી ન ગ્રહે એવો આત્મસ્વભાવ છે. એનું જ્ઞાન કોઈ
બાહ્યપદાર્થ વડે નથી થતું, અંતરના અતીન્દ્રિયજ્ઞાન વડે તે જણાય છે.
જીવના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ જુદા, ને શરીરના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ જુદા; બંને
એકબીજામાં પ્રવેશતા નથી, એકબીજાને સ્પર્શતા નથી, શરીરના ક્ષેત્રમાં આત્મા નથી
પ્રવેશ્યો. આત્મા તો પોતાના અસંખ્ય અરૂપી પ્રદેશોમાં જ રહ્યો છે. આમ નિજાત્માને
જાણીને તેના ધ્યાનમાં તત્પર થા; તેના ધ્યાનમાં સમરસી ભાવરૂપ અતીન્દ્રિય સુખનો
અનુભવ છે.
શાસ્ત્રો કહે છે કે ભાઈ! તારા નિજસ્વરૂપને દેખવા માટે હજાર સૂર્ય જેવો થઈ
જા..... ને પરને દેખવાની તારી આંખ બંધ કરીને નિજસ્વરૂપને દેખ. અતીન્દ્રિય જ્ઞાનરૂપ
ચૈતન્યસૂર્યથી તારા આત્મસ્વરૂપનું અવલોકન કરતાં તને પરમ