: ચૈત્ર : આત્મધર્મ : ૧પ :
આનંદ થશે. પરના અવલોકનમાં કાંઈ સુખ નથી. સ્વને જાણતાં જ્ઞાન ને સુખ બંને સાથે
થાય છે. પરમાં સુખની કલ્પના બંધ કરીને સુખના સમુદ્ર એવા નિજસ્વરૂપના
અવલોકનથી પરમ આનંદનો અનુભવ કર અરે, જ્યાં બાહ્ય ઈન્દ્રિયો જ તારી નથી ત્યાં
ઈન્દ્રિયવિષયોમાં સુખની કલ્પના તેં ક્્યાંથી ઊભી કરી? અને અતીન્દ્રિય સ્વભાવમાં
જ્યાં ખરેખર સુખ ભર્યું છે તેને કેમ ભૂલ્યો? નિજસ્વરૂપને નીહાળવા હજારસૂર્ય જેવા
જ્ઞાનચક્ષુને ખોલ. બહાર જ અવલોકન કરવાની ટેવ પડી ગઈ છે તે ટેવ છોડ, ને
અંતરસ્વભાવને જોવાનો અભ્યાસ કર.
સમ્યકત્વ ભાવના
*શુદ્ધસ્વરૂપના નિર્વિકલ્પ અનુભવપૂર્વકની સમ્યક્પ્રતીતિરૂપ
સમ્યગ્દર્શનનો અચિંત્ય મહિમા જિનવાણીમાં અત્યંત પ્રસિદ્ધ છે.
આઠે કર્મોનો ક્ષય કરવાની તાકાત તે સમ્યક્ત્વપરિણમનમાં છે–
એમ કુંદકુંદસ્વામીએ કહ્યું છે.
* તે સમ્યગ્દર્શન આત્માના બધા નિજધર્મોનું મૂળ છે, તે મોક્ષનું
મૂળ છે; જિનધર્મરૂપી કલ્પતરુનું મૂળ સમ્યક્ત્વ છે.
* ધર્મનગરમાં પ્રવેશવા માટેનો દરવાજો સમ્યક્ત્વ છે.
* વ્રત તપ અને સ્વરૂપની પ્રતિષ્ઠા (શોભા) સમ્યક્ત્વથી છે.
* અનંત સુખ દેનાર નિધાન સમ્યક્ત્વ છે.
* આત્માના ગુણનો આધાર સમ્યક્ત્વ છે.
*સકળ ગુણોનું ધામ સમ્યક્ત્વ છે.
સમ્યક્ત્વનો આવો મહિમા જાણીને તેની ભાવના વડે
સ્વરૂપ–રસ પ્રગટે છે. હે જીવ! પરમ કલ્યાણકારી એવા આ
સમ્યક્ત્વની અત્યંત પ્રેમપૂર્વક તું ભાવના કર.