: ૧૬ : આત્મધર્મ : ચૈત્ર :
સ્વભાવનો અનુભવનશીલ અને
વિભાવનો ક્ષયકરણશીલ
એવો શુદ્ધઆત્મા...તેને અનુભવો
કલશટીકાના પ્રવચનમાં સ્વાનુભવના વર્ણનથી
અધ્યાત્મ રસના કળશ ભરીભરીને ગુરુદેવ મુમુક્ષુઓને
પીવરાવી રહ્યાં છે. જેમ દૂધપાકમાં ઝેર ન શોભે, તેમ
ચૈતન્યના સ્વાનુભવમાં વિકલ્પ શોભતો નથી. અત્યંત
સુંદર ચૈતન્યવસ્તુ...તે તો સ્વાનુભવથી જ શોભે છે.–
આવા સ્વાનુભવની વાત સાંભળતાં પણ મુમુક્ષુને તેનો
ઉત્સાહ જાગે...ને વીર્યોલ્લાસ વિકલ્પમાંથી ખસીને
સ્વાનુભવ તરફ વળે. એ અનુભવદશા કેવી છે તેનું સુંદર
રોમાંચકારી વર્ણન.
શુદ્ધઆત્માના અનુભવકાળે કેવી સ્થિતિ હોય છે? તે કહે છે–
उदयति न नयश्रीरस्तमेति प्रमाणं
क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्।
किमपरमभिदध्मो धाम्नि सर्वंकषेस्मिन्
अनुभवमुपयाते भाति न द्वैतमेव।।९।।
ચૈતન્યધામ જે સ્વયંસિદ્ધ વસ્તુ તેના અનુભવના પ્રત્યક્ષ સ્વાદમાં કોઈ વિકલ્પો
શોભતા નથી. અહા, સ્વાનુભૂતિનો જે અતીન્દ્રિય આનંદ, તેમાં વિકલ્પની આકુળતા
શોભતી નથી. મીઠા દૂધપાકમાં શું ઝેરનું ટીપું શોભે? નહિ. તેમ ચૈતન્યની અનુભૂતિના
આનંદનો જે મીઠ સ્વાદ, તેમાં વિકલ્પની આકુળતારૂપ ઝેર ભળતું નથી, વિકલ્પ વગરનો
આનંદ, રાગ વગરનો આનંદ એટલે શુદ્ધઆત્માનો આનંદ શું ચીજ છે–તેની જીવોને ખબર
નથી. સમ્યકત્વની સાથે અવિનાભૂત એવા આ પરમ આનંદનો સ્વાદ સમ્યગ્દ્રષ્ટિને જ હોય
છે, મિથ્યાદ્રષ્ટિને આ આનંદની ગંધ પણ હોતી નથી, એ તો વિકલ્પના જ આનંદમાં રાચી
રહ્યો છે. વિકલ્પ એ શોભાવાળી વસ્તુ નથી. શોભાવાળી વસ્તુ તો ચૈતન્યનો અતીન્દ્રિય
આનંદ છે. એ આનંદ પાસે વિકલ્પ શોભતો નથી. જેમ અત્યંત