કુંવર કહાનને રે મોતી–નંદને રે, ઉજંબા ઝુલાવે....કુંવર કહાનને રે...
મારા હૈયાના હાર હે કાનુડા રે, તું શોભાવજે કૂંખ મુજ...ઉજંબા ઝુલાવે.
તું થાજે શાસનનો હીરલો રે, તું ફૂંકજે અધ્યાત્મના શંખ.....ઉજંબા કહે છે.
તારી મુદ્રા પર તેજ દેખું આત્મના રે, મારા હૃદયમાં હર્ષ ઉભરાય....ઉજંબા ઝુલાવે.
બચપણે ઝૂલો હીર–દોરિયો રે, પછી ઝૂલજો અધ્યાત્મરસ માંય....ઉજંબા ઝુલાવે.
હે કાનુ! અવતાર તારો સફળ છે રે, ધન્ય થયા છે અમ કૂળ ગ્રામ...ઉજંબા ઝુલાવે.
ધર્મવૃદ્ધિ કરજે તું દેશમાં રે, થાશે સત્યના જયજયકાર....ઉજંબા કહે છે.
‘ચિરાયુ થજો ને આત્મવૃદ્ધિ હજો, આપે આપે આશીષ એ માત....ઉજંબા ઝુલાવે.