Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 89

background image
: ૧૨ : આત્મધર્મ : વૈશાખ :
ઘણાય જીવો શ્રોતા હોય છે, પણ તે બધાય કાંઈ સમ્યગ્દર્શન પામી જતા નથી. તેથી
ભૈયા ભગવતીદાસજી ઉપાદાન–નિમિત્તમાં સંવાદમાં કહે છે કે:–
યહ નિમિત્ત ઈહ જીવકો, મિલ્યો અનંતી વાર;
ઉપાદાન પલટયો નહિ, તો ભટકત ફિર્યો સંસાર. ૯
કેવલી અરૂ મુનિરાજકે, પાસ રહે બહુ લોય;
પૈ જાકો સુલટયો ધની, સમ્યક્ તાકો હોય. ૧૧
જુઓને, નિમિત્ત તરીકે સર્વજ્ઞ જેવા વક્તા મળ્‌યા, ને તેમની વાણી
સમવસરણમાં બેઠા બેઠા સાંભળી, છતાં જેમનું ઉપાદાન અશુદ્ધ હતું તે જીવો અજ્ઞાની
રહ્યા.–નિમિત્ત શું કરે? પોતાના ઉપાદાનની તૈયારી વિના ભગવાન પણ સમજાવી દ્યે
તેમ નથી. શુદ્ધાત્માની એક જ વાત જ્ઞાની પાસેથી એક સાથે ઘણા જીવો સાંભળે, તેમાં
કોઈ તે સમજીને તેવો અનુભવ કરી લ્યે છે, કોઈ જીવો તેવો અનુભવ નથી કરતા.
નિમિત્તપણે એક જ વક્તા હોવા છતાં શ્રોતાના ઉપાદાન અનુસાર ઉપદેશ પરિણમે છે.
આવી સ્વતંત્રતા છે. અહીં ઉત્કૃષ્ટ જ્ઞાનીવક્તા તરીકે તીર્થંકરદેવનો દાખલો લીધો તેમ
ચોથા ગુણસ્થાનથી માંડીને બધાંય જ્ઞાની વક્તાનું સમજી લેવું.
(૪) બંને જ્ઞાની
કોઈ વાર વક્તા જ્ઞાની હોય ને શ્રોતા પણ જ્ઞાની હોય, ત્યાં ઉપાદાન ને નિમિત્તે
બંને શુદ્ધ છે;–આવો પ્રકાર પણ જોવામાં આવે છે. તીર્થંકરભગવાનની સભામાં ગણધરો
જેવા શ્રોતા બિરાજતા હોય; જગતમાં સૌથી ઉત્તમ વક્તા તીર્થંકરદેવ, ને સૌથી ઉત્તમ
શ્રોતા ગણધરદેવ, અહા! એ વીતરાગી વક્તા ને એ શ્રોતાની શી વાત! જ્યાં સર્વજ્ઞ
જેવા વક્તા... ને ચાર જ્ઞાનધારી શ્રોતા....એ સભાના દિવ્ય દેદારની શી વાત!! ને
ભગવાનની વાણી એક સમયમાં પૂરું રહસ્ય લેતી આવે, ગણધરદેવ એકાગ્રપણે તે
ઝીલતાં ઝીલતાં સ્વરૂપમાં ઠરી જાય. ભગવાનની સભામાં બીજા પણ લાખો કરોડો
જ્ઞાનીઓ હોય, તિર્યંચો પણ ત્યાં ધર્મ પામે. સામે ઉપાદાન જાગ્યું એની શી વાત! ઉત્કૃષ્ટ
ઉપાદાન જાગે ત્યાં સામે નિમિત્ત પણ ઉત્કૃષ્ટ હોય.–છતાં બંને સ્વતંત્ર. વક્તાપણું તેરમા
ગુણસ્થાને પણ હોય પરંતુ શ્રોતાપણું છઠ્ઠા ગુણસ્થાન સુધી જ છે. પછી ઉપરના
ગુણસ્થાને તો ઉપયોગ નિર્વિકલ્પ થઈને સ્વરૂપમાં થંભી ગયો છે, ત્યાં વાણી તરફ લક્ષ
નથી. તીર્થંકરદેવ સર્વત્ર–