Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 89

background image
: વૈશાખ : આત્મધર્મ : ૧૩ :
આ રીતે વક્તા અને શ્રોતારૂપ નિમિત્તે–ઉપાદાનના કુલ ચાર પ્રકાર કહ્યા, તે
દરેકમાં ઉપાદાન–નિમિત્ત બંનેની સ્વતંત્રતા સમજવી. અને આ દ્રષ્ટાંત અનુસાર
ભિન્નભિન્ન દ્રવ્યોમાં સર્વત્ર ઉપાદાન–નિમિત્ત બંનેની સ્વતંત્રતા સમજી લેવી....ને
પરાશ્રયબુદ્ધિ છોડીને સ્વાશ્રયવડે મોક્ષમાર્ગ સાધવો....તે તાત્પર્ય છે.
(શ્રી બનારસીદાસજીની ઉપાદાન–નિમિત્ત વચનિકા ઉપરના પ્રવચનમાંથી)
*******
અંતર્મુહૂર્તમાં આત્માને સાધવાની વાત
પ્રશ્ન:– ઘણા જીવોએ એક અંતર્મુહૂર્તમાં આત્માને સાધી લીધો છે, તો અમે પણ
ઉત્તર:– ભાઈ, એક અંતર્મુહૂર્તમાં આત્મા સાધી લેવાની જેની તૈયારી હોય તેને
તેનો કેટલો પ્રેમ હોય?–“હમણાં બીજું કરી લઉં ને આત્માનું પછી કરીશ”–એવો ભાવ
તેને આવે જ નહિ. ‘આત્માનું પછી કરશું ને હમણાં બીજું કરી લઉં’ એનો અર્થ એ થયો
કે તેને આત્મા કરતાં બીજું વધારે વહાલું છે, સ્વભાવના કાર્ય કરતાં પરભાવના કાર્યનો
પ્રેમ તેને વધુ છે. જેને જે કાર્યની અત્યંત આવશ્યકતા લાગે તેને તે પહેલાં કરે, તેમાં
મુદત ન મારે; ને જેની આવશ્યકતા ન લાગે તે કાર્ય પછી કરે, તેમાં મુદત નાખે.
આત્માની ઓળખાણનો જેને ખરેખરો ભાવ જાગે તેનો ઉદ્યમ આત્મા તરફ તરત જ
ઉપડયા વગર રહે નહિં. આચાર્યદેવ વારંવાર કહે છે કે આજે જ આત્માને
અનુભવો...તત્કાલ આત્માનો અનુભવ કરો. કદી એમ નથી કહ્યું કે “આ પછી કરજો”.
પછી કરીશું એમ કહે તો તેનો અર્થ એ છે કે વર્તમાનમાં તેને આત્માનો ખરો પ્રેમ કે
રુચિ જાગી નથી–એવો જીવ અંતર્મુહૂર્તમાં આત્માને ક્્યાંથી સાધી શકશે? હા, જેને
આત્માની ખરેખરી ધગશ અને લગની અંતરમાં જાગી હોય તે અંતરના પ્રયત્ન વડે
અંતર્મુહૂર્તમાં પણ આત્માનો અનુભવ કરી લ્યે છે. પણ એવા આત્માની અંતરની તૈયારી
કોઈ જુદી જ હોય છે.