મીઠાં લાગે છે ગુરુ–જન્મનાં વધામણાં
(વૈશાખ સુદ ૨ વીર સં. ૨૪૯૧ : ૭૬મો મંગલ જન્મોત્સવ)
હે ગુરુદેવ! આજના મંગલ દિનના મંગલ પ્રભાતે લાખલાખ અભિનંદનપૂર્વક
ભારતના ભક્તો આપને વંદન કરે છે. મુમુક્ષુઓના જીવનમાં આપનો પરમ ઉપકાર છે.
જૈનજગતના આપ તેજસ્વી ભાનુ છો... જ્ઞાનકિરણોના પ્રકાશ વડે આપ મોક્ષમાર્ગને
પ્રકાશિત કરી રહ્યા છો... જે માર્ગને જાણતાં અને આરાધતાં આત્મા ભવબંધનથી છૂટે ને
મોક્ષસુખને પ્રાપ્ત કરે. – આવા માર્ગપ્રકાશક આપ જયવંત વર્તો.