आत्मधर्म
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ ૨૨: અંક ૭: તંત્રી, જગજીવન બાઉચંદ દોશી: વૈશાખ ૨૪૯૧: MAY 1965.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
* આનંદ –ઉર્મિના સાથિયા
ને હર્ષાનંદના દીવડા *
અસલી સ્વરૂપનું જ્ઞાન આપનાર અપૂર્વ
મહિમાના ધારક શ્રી ગુરુદેવના ચરણકમળની સેવા–
ભક્તિ નિરંતર હૃદયમાં વસી રહો. આપે આ ભરતખંડમાં
અવતાર લઈને અનેક જીવોને ઉગાર્યા છે, સમ્યક્ પંથે
દોર્યો છે.
આપનું અદ્ભુત શ્રુતજ્ઞાન ચૈતન્યનો ચમત્કાર
બતાવે છે. ચૈતન્યની વિભૂતિ બતાવે છે, ચૈતન્યમય
જીવન બનાવે છે. આપના આત્મ–દ્રવ્યમાં શ્રુતસાગરની
લહેરો ઊછળી રહી છે. આત્મ પર્યાયોમાં ઝગમગતા
જ્ઞાનદીવડા પ્રગટી રહ્યા છે–જે આત્મદ્રવ્યને પ્રકાશી રહ્યા
છે. આપનું આત્મદ્રવ્ય આશ્ચર્ય ઉપજાવે છે.
હે ગુરુદેવ! આપના મુખકમળમાંથી ઝરતી
વાણીની શી વાત! તે એવી અનુપમ–રસભરી છે કે તે
દિવ્ય અમૃતનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. આપની સૂક્ષ્મ
વાણી, ચમત્કાર ભરેલી વાણી ભવનો અંત લાવનારી છે,
ચૈતન્યને ચૈતન્યના જ્ઞાન–મહિમામાં ડુબાડનારી છે.
આપનાં કાર્યો અજોડ છે.
પંચપરમેષ્ઠી ભગવંતોને ઓળખાવનાર હે
ગુરુદેવ! આપ જિનેન્દ્રદેવના પરમ ભક્ત છો, પંચ
પરમેષ્ઠીના પરમ ભક્ત છો,