Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 89

background image
શ્રુતદેવી માતા આપના હૃદયમાં કોતરાઈ ગયાં છે.
જિનેન્દ્રભગવંતો અને મુનિવરભગવંતોના દર્શન અને
સ્મરણથી આપનું અંતઃકરણ ઉભરાઈ જાય છે.
હે ગુરુદેવ! આપે સમ્યક્ રત્નત્રયનો માર્ગ સ્વયં
આરાધીને બીજાને તે માર્ગ ચારે બાજુથી સ્પષ્ટ કરીને
બતાવ્યો છે. આપ નીડર નિર્ભય પરાક્રમધારી છો.
વીરમાર્ગને પોતે સ્વયં નિઃશંકપણે પ્રકાશ્યો છે.
આત્મઅનુભવ વડે જ રત્નત્રયની પ્રાપ્તિ થાય
અને તેનાથી જ મુક્તિની પ્રાપ્તિ થાય એવું અસલી
મૂળભૂત સ્વરૂપ સમજાવીને, આપે જગત ઉપર ભારે
ઉપકાર કર્યો છે.
આપ શ્રી જિનેન્દ્રદેવના પરમ ભક્ત છો. શ્રી
જિનેન્દ્રદેવને આપે અંતરમાં વસાવ્યા છે. આપ શ્રી
જિનેન્દ્રદેવની કૃપાના મહા પાત્ર છો.
નિતનિત આનંદમંગળની વૃદ્ધિના કારણભૂત મંગળમૂર્તિ
ગુરુદેવનો પુનિત પ્રતાપ જયવંત હો! ગુરુદેવના
પ્રભાવ અને ચૈતન્યઋદ્ધિની વૃદ્ધિ હો. માંગલિક
જન્મ–મહોત્સવ પ્રસંગે શ્રી ગુરુદેવને ભક્તિ
પુષ્પોથી વધાવીએ છીએ, આનંદ–
ઊર્મિના સાથિયા પૂરીએ છીએ
અને હર્ષાનંદના દીવડા
પ્રગટાવીએ છીએ.