: વૈશાખ : આત્મધર્મ : ૨૭ :
આગમપદ્ધત્તિ બેમાંથી એક્કેયનું જ્ઞાન નથી. તેને આગમપદ્ધત્તિ તો છે પણ
આગમપદ્ધત્તિનું જ્ઞાન તેને નથી; શુભરાગ વગેરે આગમપદ્ધત્તિને જ તે તો
અધ્યાત્મપદ્ધત્તિરૂપ માની લ્યે છે.– એ વાત આગળ વધશે. આગમ તથા
અધ્યાત્મપદ્ધત્તિનું ખરું જ્ઞાન સમ્યગ્જ્ઞાનીને જ હોય છે.
સંસારમાં આગમ અને અધ્યાત્મપદ્ધત્તિ બંને ત્રિકાળ છે, પણ વ્યક્તિગત એક
જીવને આગમપદ્ધત્તિ અનાદિથી છે, ને અધ્યાત્મપદ્ધત્તિરૂપ સાધકદશા અસંખ્ય સમયની
હોય છે. કોઈ સાધકદશામાં લાંબામાં લાબો કાળ રહે તો પણ તે અસંખ્ય સમય જ હોય,
તેથી વધુ ન હોય; ને કોઈ જીવ સાધકદશામાં ઓછામાં ઓછો કાળ રહીને સિદ્ધ થાય
તોપણ તેને સાધકદશામાં અસંખ્ય સમય તો હોય જ. સંસારમાં દરેક જીવને આ બધાય
ભાવો હોય જ એવો નિયમ નથી; જેને જે લાગુ પડે તે સમજી લેવા.
****
***
**
*
હે જીવ!
જો તારે શરીરરહિત થવું હોય,
કર્મનો ધ્વસં કરવો હોય,
ને વિકારી ભાવોનો અભાવ કરવો હોય,
–તો–
શરીર રહિત એવો અશરીરી,
કર્મથી રહિત એવા અબંધ,
ને વિકાર રહિત જ્ઞાન સ્વભાવી,
એવા તારા આત્માને શુદ્ધનયની દ્રષ્ટિથી તું દેખ.
એ સ્વભાવને અનુભવતાં તારા ભાવકર્મો
ટળી જશે, દ્રવ્યકર્મો છૂટી જશે ને કર્મરહિત
એવા સિદ્ધપદની તને પ્રાપ્તિ થશે............
*