Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 89

background image
: ૨૮ : આત્મધર્મ : વૈશાખ :
આખું જગત
આત્માને અનુભવો
* પોતે શુદ્ધાત્માને અનુભવીને આખા જગતને કહે છે કે તમે પણ
ભ્રાંતિ છોડીને આવા શુદ્ધઆત્માને અનુભવો. *
જગતના સમસ્ત જીવોને સંબોધીને કહે છે કે
તમે આવા શુદ્ધઆત્માને અનુભવો.
न हि विदधति बद्धस्पृष्टभावादयोमी
स्फुटमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्।
अनुभवतु तमेव धोतमानं समन्तात्
जगदपगतमोहीभूय सम्यक्स्वभावम्।।११।।
જગત એટલે સર્વ જીવરાશિ, જગતના સર્વે જીવો; જેમ ‘કાઠિયાવાડ જાગ્યું”
એટલે કાઠિયાવાડના જીવો જાગ્યા; તેમ જગત....એટલે જગતના સર્વે જીવો,–તેને
સંબોધીને સાગમટે કહે છે કે પૂર્વે કહ્યો એવા શુદ્ધ આત્માને પ્રત્યક્ષરૂપ સ્વસંવેદનથી તમે
અનુભવમાં લ્યો. અનાદિકાળથી પરભાવના અનુભવમાં દુઃખ વેઠયું, હવે સ્વાનુભવના
આનંદને ભોગવો. અહા, નાની નાની ઉમરના રાજકુંવરો, પણ બધું છોડીને ચૈતન્યના
આનંદને અનુભવવા વનમાં ગયા. ને ચેતન્યના સ્વરૂપમાં પ્રવેશ્યા. ભરતચક્રવર્તીના
સેનાપતિ જયકુમાર (–હસ્તિનાપુરના રાજા) વૈરાગ્ય પામીને જ્યારે દીક્ષિત થયા ને
ભગવાનના ગણધર થયા, ત્યારે એ વૈરાગ્ય સમાચાર સાંભળીને, વનક્રીડા માટે ગયેલા
ભરતચક્રીના ૧૦૦ રાજકુમારો ત્યાંથી સીધા ભગવાનના સમવસરણમાં ગયા.....ને ત્યાં
જઈને મુનિ થયા. આ બહારના રાજવૈભવથી ઉત્તમ બીજી કંઈક વસ્તુ અંદરમાં દેખી
હતી, તે વસ્તુના આનંદને સાધવા રાજપાટ છોડીને ચાલી નીકળ્‌યા. અહીં તો કહે છે કે
આખા જગતના જીવો આવા આત્માને અનુભવો.–પોતાને તે અનુભવ અત્યંત ગોઠયો
છે તેથી આખા જગતને તેનું નિમંત્રણ કરે છે.