Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 89

background image
: વૈશાખ : આત્મધર્મ : ૨૯ :
કઈ રીતે અનુભવો?–કે શરીરાદિ સમસ્ત પરદ્રવ્યોમાં મોહથી રહિત થઈને શુદ્ધ–
આત્માને અનુભવો. આવા અનુભવ વગર ચાર ગતિના ઘોર દુઃખમાં અનંતકાળ વીત્યો,
પણ હવે તો આવો અવસર પામીને શુદ્ધઆત્માને અનુભવમાં લઈને તેના આનંદનો
સ્વાદ લ્યો. પોતે સ્વાદ લઈને બીજાને તેવો સ્વાદ લેવાનું કહે છે. પોતે જાણ્યું હોય તો
બીજાને કહે ને! ‘જગત અનુભવો’ એનો અર્થ કે અમે તો અનુભવ કર્યો છે, ને જગતમાં
પણ જે કોઈ જીવો સુખ ચાહતા હોય તેઓ આવી વસ્તુનો અનુભવ કરો.
શરીરાદિ પરવસ્તુને પોતાની માનીને જ્યાંંસુધી મિથ્યાભાવે પ્રવર્તે છે ત્યાંસુધી
એનાથી ભિન્ન શુદ્ધજીવ વસ્તુનો અનુભવ થતો નથી. માટે કહ્યું કે એ મિથ્યાબુદ્ધિરૂપ
મોહને છોડીને, શુદ્ધનયવડે આત્માને અનુભવમાં લ્યો.
અરે જીવ! તું ભૂલ્યો! જે તારું સ્વરૂપ તેને તેં જાણ્યું નહિ, ને જે તારું સ્વરૂપ
નથી તેને તું પોતાનું માની બેઠો. જે વસ્તુ તારે કામની નથી એમાં તું મોહ્યો; ને જે વસ્તુ
ખરેખર તારે કામની છે એવી સ્વવસ્તુની સામે તેં જોયું નહિ–આથી તું અનાદિથી દુઃખી
થયો પણ હવે તો શરીરાદિને પર જાણીને, અંતરની સ્વવસ્તુને દેખ, તેને અનુભવમાં લે;
એ અનુભવમાં જ પરમ સુખ છે.
અહો, પોતાનો જે સ્વભાવ પોતામાં છે તેને અનુભવવાની સીધી–સાદી–સ્પષ્ટ
વાત છે. પરદ્રવ્યો તો છૂટા જ છે, તે પરદ્રવ્યો સાથેની એકત્વબુદ્ધિ તેં કરી છે,
એકત્વબુદ્ધિને તું છોડ તો સ્વાનુભવને યોગ્ય થા. પરમાં એકત્વ છોડીને જ્ઞાને જ્યાં સ્વમાં
એકત્વ કર્યું ત્યારે સ્વાનુભવ થયો.
સ્વાનુભવ માટે છોડવાનું શું?
કે પરદ્રવ્ય મારું એવી એકતાબુદ્ધિને છોડવી.
સ્વાનુભવમાં અંગીકાર કરવાનું શું?
પોતાની ચૈતન્યવસ્તુ જેવી છે તેવી ગ્રહણ કરવી, એટલે કે શ્રદ્ધા–જ્ઞાનમાં લેવી.
ભાઈ, તારે સ્વાનુભવ માટે જે છોડવાનું છે તે કાંઈ બહારમાં નથી, તારી
પર્યાયમાં જ છે. તારી પર્યાયમાં પરની સાથેની એકત્વબુદ્ધિરૂપ જે મિથ્યાભાવ તે જ તારે
છોડવાનો છે, તેને છોડતાં આત્મા સ્વાનુભવને લાયક થાય છે. અથવા સ્વાનુભવ થયો
ત્યાં તે મિથ્યાબુદ્ધિ છૂટી જાય છે.–આમ અસ્તિ–નાસ્તિ છે. શુદ્ધસ્વભાવના અનુભવમાં
મિથ્યાબુદ્ધિનો અભાવ છે, તે અનુભવમાં સર્વ પ્રકારે શુદ્ધઆત્મા જ પ્રકાશમાન છે. આવો
આત્મા જ્યાંં