Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 89

background image
: ૩૦ : આત્મધર્મ : વૈશાખ :
અનુભવગોચર થયો ત્યાં કોઈ પ્રકારની ભ્રાંતિ રહેતી નથી, દેહમાં–રાગમાં–વિકલ્પમાં
ક્્યાંય એકત્વબુદ્ધિ રહેતી નથી, સર્વ તરફથી શુદ્ધઆત્મા જ પ્રકાશમાન થાય છે.
શુદ્ધઆત્મા એવો છે કે તેનો અનુભવ કરતાં કોઈ ભ્રાંતિ રહેતી નથી; બદ્ધ–સ્પૃષ્ટ
આદિ ભાવોથી રહિત સ્વભાવ જ્યાં અનુભવમાં સ્પષ્ટ આવી ગયો; ત્યાં સ્વભાવમાં
બંધન કે અશુદ્ધતા હશે–એવી કોઈ શંકા રહેતી નથી.
પ્રશ્ન:– શુદ્ધાત્માના અનુભવમાં વિકાર ન હોય, એ તો બરાબર, પરંતુ તો પછી જે
રાગ–દ્વેષ–મોહ અથવા સુખદુઃખરૂપ પરિણામોને કોણ કરે છે? ને કોણ ભોગવે છે?
આત્મા તો શુદ્ધસ્વરૂપ છે. પછી આ અશુદ્ધભાવો આવ્યા ક્્યાંથી?
ઉત્તર:– ભાઈ, સ્વાનુભવમાં આત્મા શુદ્ધ છે, પણ જ્યારે સ્વાનુભવ ન હોય ને
વિકાર કરે ત્યારે જીવ જ તેનો કર્તા ને ભોક્તા છે. એ કાંઈ જડ નથી; ચેતનનો વિકાર
છે; ને સ્વાનુભવપણે જીવ તેનો કર્તા નથી; પણ જે જીવ શુદ્ધપરિણતિરૂપ નથી
પરિણમતો, ને અશુદ્ધતારૂપ પરિણમે છે, તેની પર્યાયમાં વિકાર છે તેનો કર્તા તે જીવ
પોતે જ છે; બીજો કોઈ તેનો કર્તા નથી, કે કર્મે તે કરાવ્યો નથી. અજ્ઞાનભાવથી જીવ જ
તે કરે છે ને જીવ જ તેને ભોગવે છે. જ્ઞાની જાણે છે કે આ રાગાદિભાવો છે તે જીવની
વિભાવ પરિણતિ છે, ઉપાધિરૂપ ભાવ છે. શુદ્ધસ્વરૂપમાં તેનું કર્તૃત્વ નથી,–પણ
શુદ્ધસ્વરૂપને અનુભવે ત્યારે તેનું કર્તૃત્વ છૂટે. આ રીતે શુદ્ધાત્માના વિચાર વખતે તે
વિકાર જીવનું સ્વરૂપ નથી. એક કહ્યું. પણ નિજસ્વરૂપનો વિચાર કરે નહિ; નિજસ્વરૂપ
શું છે તેને જાણે નહિ–અનુભવે નહિ, ને કહે કે વિકાર આત્મામાં છે જ નહિ.–તો તે તેની
ભ્રાન્તિ છે. ભાઈ, શુદ્ધસ્વરૂપની દ્રષ્ટિ અને અનુભવ પ્રગટ કર્યા વગર પર્યાયમાંથી
અશુદ્ધભાવોનું કર્તૃત્વ છૂટે નહિ; રાગાદિ અશુદ્ધભાવો જીવની સાથે બંધાયેલા છે,–જીવની
પર્યાયમાં છે,–પણ શુદ્ધસ્વરૂપમાં એ કોઈ અશુદ્ધભાવો પ્રતિષ્ઠા પામતા નથી, શોભા
પામતા નથી, શુદ્ધસ્વરૂપમાં તે પેસી જતા નથી. આત્મા સાથે જાણે તે અશુદ્ધતા પિંડરૂપ
થઈ ગઈ હોય–એમ પર્યાયદ્રષ્ટિથી દેખાય છે, પર્યાયમાં તે વિદ્યમાન છે, પણ
શુદ્ધસ્વરૂપના અનુભવથી તે બહાર છે, શુદ્ધ સ્વરૂપ તે વિભાવરૂપ થઈ ગયું નથી. માટે
આવા સમ્યક્સ્વભાવને અનુભવમાં લ્યો. શોભા તો આવા શુદ્ધસ્વરૂપના અનુભવથી છે,
વિભાવોથી આત્માની શોભા નથી. વિભાવોને આત્માના શુદ્ધસ્વરૂપમાં સ્થાન નથી,
આત્માના સ્વરૂપમાં વિભાવોની પ્રતિષ્ઠા નથી.
શુદ્ધસ્વરૂપે વર્તમાનમાં છે, ને અશુદ્ધતાય વર્તમાનમાં છે, પણ બંને એકમેક નથી;
બદ્ધ–સ્પષ્ટ આદિ વિભાવો છે, તે સ્વભાવપણે નથી, એ તો નવા સંબંધપણે થયેલા છે.
એ છૂટી જતાં આત્માના સ્વરૂપમાંથી કાંઈ છૂટી જતુંં નથી, કેમકે તે ભાવો શુદ્ધસ્વરૂપથી
બહાર છે.