: વૈશાખ : આત્મધર્મ : ૩પ :
આત્માનું આવું સુખ!! પરમાત્માને આવું સુખ પૂર્ણ છે, મુનિવરો આવા સ્વભાવસુખના
અનુભવમાં લીન છે, સમકિતી જીવો આવા સુખને અનુભવે છે–આમ સ્વાનુભવ થતાં
બધાયની ખરી ઓળખાણ થઈ; ને પોતે પણ તેમની નાતમાં ભળ્યો. ‘ભગવાન સુખી’
એમ કહે પણ સુખનું વેદન શું ચીજ છે તેને તો ઓળખે નહિ, તો ભગવાનને પણ
ખરેખર ઓળખતો નથી. માટે શુદ્ધ સ્વરૂપને અનુભવે ત્યારે અતીન્દ્રિયસુખ પોતાને
થાય, ને ત્યારે બીજા જીવોના અતીન્દ્રિયસુખની ખબર પડે.
પ્રશ્ન:– કેવું કારણ કરવાથી જીવ શુદ્ધ થાય? શું કરવાથી જીવ શુદ્ધ થાય?
ઉત્તર:– શુદ્ધનો અનુભવ કરવાથી જીવ શુદ્ધ થાય છે. અશુદ્ધભાવના અનુભવ વડે
કદી શુદ્ધતા થાય નહિ, ને શુદ્ધતા વિના સુખ નહિ. આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવવું તે
જ શુદ્ધતાનું કારણ છે, ને તેનાથી જ સુખ છે.
અશુદ્ધનો અનુભવ શુદ્ધતાનું કારણ કેમ થાય? એટલે વિકલ્પ–રાગ–વ્યવહાર
તેના અનુભવ વડે શુદ્ધતા કેમ થાય? વિકલ્પથી પાર જે શુદ્ધ જીવ વસ્તુ છે તેને
અનુભવતાં આત્માના ભાવ શુદ્ધ થાય છે, તેને અતીન્દ્રિયસુખ પ્રગટે છે ને તે સિદ્ધપદ
પામે છે.
જે શુદ્ધઆત્માને જાણે–અનુભવે તે જ શુદ્ધતાને પામે.–જુઓ, આ શુદ્ધતાનું
કારણ બતાવ્યું–આ સિવાય બીજું કોઈ શુદ્ધતાનું કારણ નથી.
જે જીવ શુદ્ધબુદ્ધિવાળો થઈ નિરંતર શુદ્ધસ્વરૂપને અનુભવે છે તે પોતાના
અચિંત્ય આત્મમહિમાને પ્રગટ દેખે છે. આવો અનુભવ કરનાર મોહને શુદ્ધબુદ્ધિવડે
મૂળમાંથી ઉખેડી નાખે છે.
વાહ! શુદ્ધસ્વરૂપને જે અનુભવે છે તેની જ બુદ્ધિ શુદ્ધ છે. નિરાલંબી માર્ગ!
રાગથી ભિન્ન માર્ગ! તે શુદ્ધસ્વરૂપના અનુભવવડે જ પમાય છે. શુદ્ધબુદ્ધિ જ્યાં જોરથી
અંતરમાં વળી ત્યાં મોહને હઠાવી દીધો, મોહને મૂળમાંથી ઊખેડીને, તેને ભેદી નાખીને
જ્ઞાની શુદ્ધબુદ્ધિવડે તત્ક્ષણ આત્માને અનુભવે છે. રાગમાં રોકાય તેને શુદ્ધબુદ્ધિ નથી
કહેતાં, તેનામાં મોહને તોડવાનું જોર નથી; ને બુદ્ધિ શુદ્ધ થઈને જ્યાં અંતરમાં વળી ત્યાં
તે શુદ્ધબુદ્ધિમાં આત્મા તરફનું એવું બળ પ્રગટ્યું કે તે બળથી મિથ્યાત્વાદિ પરિણામોને
મૂળમાંથી ઉખેડીને નાશ કરી નાખે છે.
જુઓ, આ મિથ્યાત્વના નાશની ને સ્વભાવને અનુભવવાની રીત! સ્વભાવનો
અનુભવનશીલ ને વિભાવનો ક્ષયકરણશીલ ભગવાન આત્મા સ્વબળથી જાગ્યો, ત્યાં
મોહ રહે નહિ. આ ચોથા ગુણસ્થાનના સમ્યક્ત્વની વાત છે. આત્મા નિજઘરમાં પ્રવેશ
કરે છે તેની