Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 89

background image
: ૩૪ : આત્મધર્મ : વૈશાખ :
આત્માના અનુભવ વગર અજ્ઞાનભાવથી જીવોને એકલું દુઃખ છે, પણ એ દુઃખ
એને દુઃખ કેમ લાગતું નથી?–તો કહે છે કે એને સાચા સુખની ખબર નથી, એટલે
દુઃખને પણ તે ઓળખતો નથી. દુઃખની મંદતામાં એને સુખ લાગે છે, અથવા સાતાના
વેદનમાં તે સુખની કલ્પના કરે છે, પણ તે સુખ નથી, તેમાં તો દુઃખ છે. આકુળતા
વગરનું અતીન્દ્રિયસુખ લક્ષમાં લ્યે તો ખબર પડે કે સ્વાનુભવ સિવાય સાચું સુખ હોય
નહિ. સ્વાનુભવ કરતાં અશુદ્ધતા ટળે ને અતીન્દ્રિય આનંદ પ્રગટે. આનંદનો ઉત્પાદ,
અશુદ્ધતાનો ને દુઃખનો વ્યય, તથા જ્ઞાનાનંદ– સ્વભાવની ધુ્રવતા, આમ ઉત્પાદ–વ્યય–
ધુ્રવ પણ આવી ગયા.
પરમાત્માને પૂર્ણ અતીન્દ્રિયસુખ છે, ને સાધકને સ્વાનુભવથી તે અતીન્દ્રિયસુખ
અંશે પ્રગટ્યું છે, સ્વાનુભવ જેને નથી તેવા જીવો ચારગતિમાં એકલા દુઃખને જ ભોગવે
છે. અંદરના પરમાત્મસ્વરૂપને ધ્યાવતાં જે સુખ અનુભવાય તે સુખ જગતમાં બીજે
ક્્યાંય કોઈ પદાર્થમાં નથી, વિકલ્પથી એની કલ્પના પણ થઈ શકતી નથી. આચાર્યદેવ
કહે છે કે ભાઈ, જગતની જંજાળ છોડીને, જગતનો મોહ છોડીને આવા સ્વાનુભવસુખને
તું અનુભવમાં લે. તારી સ્વવસ્તુમાં આ સુખ ભરેલું છે તે સ્વાનુભવથી પ્રગટ કર.
એક કોર ચક્રવર્તીનો વૈભવ, ઈન્દ્રનો વૈભવ, અરે! ત્રણલોકની બાહ્યસામગ્રી,–
અને બીજી કોર અંદરના સ્વાનુભવના સુખનો એક કણિયો,–તો કહે છે કે ત્રણલોકની
સામગ્રીમાં આ સુખનો કણિયો નથી, અને તે સામગ્રીવડે આ સુખની કલ્પના પણ થઈ
શકતી નથી. માટે કહે છે કે સ્વાનુભવ જેવું સુખ જગતમાં ક્્યાંય નથી; પોતાનું
શુદ્ધસ્વરૂપ અનુભવતાં અતીન્દ્રિય સુખ થાય છે. માટે આવો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે,
ને તેને ધ્યાવવો તે જ મોક્ષનો ઉપાય છે. શુદ્ધાત્માનો ઉપાદેય કરવો તે જ મોક્ષનો ઉપાય
છે.
પ્રશ્ન:– પરમાત્માને જે પૂર્ણ અતીન્દ્રિય સુખ છે, ને આત્માના સ્વભાવમાં જે પૂર્ણ
અતીન્દ્રિયસુખ ભર્યું છે, તે સુખને કોણ જાણી શકે?
ઉત્તર:– જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ છે તેને જ તે સુખ ગમ્ય છે, જેણે પોતે
સ્વાનુભવથી પોતામાં તે સુખની વાનગી ચાખી તે જ તેવા પૂર્ણ સુખને જાણી શકે છે.
તેથી કહ્યું કે –“
आत्मात्मानुभवैकगम्यमहिमा
અહીં તો કહે છે કે જેને સ્વાનુભવ નથી તે પરમાત્માના સુખને ઓળખતો નથી.
ભગવાનને જેવું અતીન્દ્રિય સુખ છે તેવા સુખનો અંશ પોતામાં સ્વાનુભવથી અનુભવ્યા
વગર, એટલે કે અતીન્દ્રિયજ્ઞાનથી પોતાના આત્માને અનુભવ્યા વગર, ભગવાનને કેવું
સુખ છે તેની ઓળખાણ થાય નહિ. પોતે એકલા દુઃખના સ્વાદમાં (ને ઈન્દ્રિયજ્ઞાનમાં)
ઊભો રહીને પરમાત્માના અતીન્દ્રિય સુખને જાણી ન શકે. જ્યાં સ્વાનુભવ થયો ને
સ્વભાવનું સુખ ચાખ્યું ત્યાં ભાન થયું કે અહો,