: વૈશાખ : આત્મધર્મ : ૩૩ :
સ્વાનુભવ–પ્રત્યક્ષ સિવાય બીજા કોઈમાં (–રાગમાં, વ્યવહારમાં કે ઈન્દ્રિયજ્ઞાનમાં)
એવી તાકાત નથી કે ભગવાન આત્માના અચિંત્ય મહિમાનો પાર પામે!
આત્માના સ્વાનુભવથી જ શાંતિ ને સુખ મળે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ ને
અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, તેનો મહિમા સ્વાનુભવદ્વારા જ ગોચર થાય છે. જ્ઞાન ને
આનંદના અનુભવ દ્વારા જ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનો મહિમા પ્રત્યક્ષગોચર થાય છે.
વિકલ્પો તો પોતે દુઃખરૂપ છે, તે દુઃખ દ્વારા આનંદસ્વરૂપ આત્માનો અનુભવ થતો નથી.
આત્મારૂપ થઈને આત્મા અનુભવાય, આત્માથી વિરુદ્ધભાવે આત્મા ન અનુભવાય.
આત્મા તો જ્ઞાનાનંદ સ્વરૂપ છે, તો તેનું વેદન પણ જ્ઞાન ને આનંદરૂપ છે. જ્ઞાનનો કણ
જાગે ને આનંદનો સ્વાદ આવે–એનું નામ અનુભવ છે. વિભાવ તો વિપરીત છે, તેનામાં
એવી તાકાત નથી કે સ્વભાવમાં એકમેક થઈને તેને અનુભવે. સ્વભાવમાં એકમેક
થઈને તેનો અનુભવ કરવાની તાકાત અતીન્દ્રિય– જ્ઞાન ને આનંદમાં જ છે. વિકલ્પ તો
કીચડ જેવા છે. સ્વાનુભવરૂપી અમૃતમાં કીચડ કેમ હોય? સ્વાનુભવમાં આનંદના
અમૃતસમુદ્ર છે. ચૈતન્યની મહત્તા એવી છે કે અતીન્દ્રિયભાવ વિના તે ભાસે નહિ.
ચૈતન્યવસ્તુનો અદ્વિતીયમહિમા અજ્ઞાનીને ખ્યાલમાં આવતો નથી; અંતરમાં વળેલી જે
ચૈતન્યપ્રભુનો મહિમા (મોટાઈ–બડાઈ) એક રીતે જ ગમ્ય છે,–કઈ રીતે? કે
આત્મામાં જેમ જ્ઞાન ગુણ છે તેમ અતીન્દ્રિયસુખ નામનો પણ એક ગુણ છે;
અશુદ્ધભાવરૂપ સંસારદશામાં તે સુખનો સ્વાદ આવતો નથી. એ સુખ અશુદ્ધતા ટળીને
શુદ્ધ– સ્વરૂપનો અનુભવ થતાં જ પ્રગટે છે. એ સુખ એવું છે કે ચારે ગતિમાં એનું કોઈ
દ્રષ્ટાંત નથી, ત્યારે ગતિના પરભાવમાં ક્્યાંય એવું સુખ નથી–કે જેના દ્વારા ચૈતન્યનું
અતીન્દ્રિય સુખ સમજાવી શકાય. અહા, આવું સુખ? પરમાત્માને પૂર્ણ પ્રગટ થયું છે, ને
દરેક આત્માના સ્વભાવમાં ભર્યું છે, પણ જ્યારે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરે ત્યારે તે
સુખનો અનુભવ–અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે.
શક્તિમાં સુખસ્વભાવ ભર્યો છે.
તેનો અનુભવ કેમ નથી? કે પોતામાં અશુદ્ધતા છે માટે. તેનો અનુભવ કેમ
થાય? કે પોતાના શુદ્ધસ્વરૂપને અનુભવે ત્યારે. આમ દ્રવ્યના સ્વભાવનું, અને તેની
શુદ્ધ–અશુદ્ધ પર્યાયનું જ્ઞાન કરાવ્યું. અહા, સ્વાનુભવના સુખની સરસ ને મીઠી વાત છે.
આત્મા અતીન્દ્રિય આનંદસ્વભાવથી ભરેલો છે, પણ પર્યાયમાં તે પ્રગટ નથી;–તે
ક્્યારે પ્રગટે? કે શુદ્ધસ્વરૂપને અનુભવતાં અતીન્દ્રિયઆનંદ પ્રગટે.