Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 89

background image
: ૩૨ : આત્મધર્મ : વૈશાખ :
આત્માનો અનુભવ
* આવો અનુભવ કરતાં શું થાય છે? ને આત્મા
કેવો દેખાય છે? તે કહે છે– *
भूतं भांतमभूतमेव रभसा निर्भिध बन्धं सुधी–
र्यधंतः किल कोऽप्यहो कलयति व्याहत्यमोहं हठात्।
आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते धु्रवं
नित्यं कर्मकलंकपंकविफलो देवः स्वयं शाश्वतः।।१२।।
આવો અનુભવ કરતાં ભગવાન આત્મા પોતાના સ્વસ્વભાવપણે પ્રગટ થાય
છે.... એટલે કે પર્યાયમાં પ્રગટ અનુભવરૂપ થાય છે. ચેતના લક્ષણરૂપ આત્મા સ્વાનુભવ
વડે અશુદ્ધતારૂપી કીચડથી સર્વથા ભિન્ન થાય છે. જુઓ તો ખરા, આ આત્માના
અનુભવનો મહિમા! કે જેનો અનુભવ થતાં જ ચારગતિમાં ભ્રમણ અટકી જાય છે ને
ધુ્રવ–સ્થિર એવી સ્વભાવદશાને પામે છે; સ્વાનુભવનું ઉત્કૃષ્ટ ફળ સિદ્ધદશા છે.
આત્માનો અનુભવ કરતાં જે તેના સ્વભાવમાં છે તે પર્યાયમાં પણ વ્યક્ત થાય છે.
અનુભવમાં આવતો ભગવાન શુદ્ધઆત્મા પોતે દેવ છે, પોતે દિવ્યમહિમાવાળો દેવ છે,
તેથી ત્રણલોકથી પૂજ્ય છે. ત્રણલોકમાં જેટલા મોટા પુરુષો છે–જ્ઞાનીઓ ધર્માત્મા છે
તેઓ સર્વે આ ચૈતન્ય સ્વભાવને પૂજનીય–આદરણીય સમજે છે, માટે તે દેવ છે, એનો
દિવ્ય મહિમા છે; તે પોતે શાશ્વત છે. આવા મહિમાવાળો આત્મા સ્વાનુભવમાં પ્રગટ
થાય છે.
આવો આત્મા કેમ પ્રગટ થાય?
કે સ્વાનુભવદ્વારા જ પ્રગટ થાય. ભગવાન આત્માનો મહિમા એટલો મહાન છે
કે સ્વાનુભવના અતીન્દ્રિય આનંદદ્વારા જ તે પ્રગટ થાય, બીજા કોઈથી તે ગમ્ય થાય
નહિ.