Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 81 of 89

background image
: ૭૦ : આત્મધર્મ : વૈશાખ :
પ તારું ધ્યેય તારા જ્ઞાનસ્વભાવને જ બનાવ. જ્ઞાનસ્વભાવને ધ્યેય કરતાં પર્યાયની
પૂરી તાકાત (સર્વજ્ઞતા) નો પણ નિર્ણય થાય છે. આવો નિર્ણય કરીને અંદરમાં ઊતરે
ત્યાં અલ્પકાળમાં કેવળજ્ઞાન થાય
*
ના; મનુષ્યનું ગમન ચંદ્રલોકમાં નથી. હા, કોઈ મિથ્યાદ્રષ્ટિ મનુષ્ય મરીને
શુભભાવથી જ્યોતિષીદેવ થાય ને ચંદ્રલોકમાં જાય–એમ બની શકે. કોઈ લબ્ધિધારી
મુનિ વગેરે ચંદ્રલોકથી પણ હજારો, યોજન ઊંચે મેરુ ઉપર જઈ શકે; ચંદ્રલોક તો
હજારયોજન કરતાં પણ નીચો છે, જ્યારે મેરુપર્વત લાખયોજન ઊંચો છે. છતાં, મનુષ્યનું
ગમન મેરુ ઉપર થઈ શકે પણ ચંદ્રલોકમાં મનુષ્યનું ગમન નથી.
*
૭ ચંદ્રલોક, પૃથ્વીનું માપ વગેરે વર્ણન શાસ્ત્રમાં આવે છે તે સાચું કે અત્યારના વિજ્ઞાની
લોકો કહે છે તે સાચું?
જેનો જાણનાર સાચો તેનું બધું સાચું છે. જાણનાર જ જેનો સાચો નથી, જ્ઞાન જ
જેનું સાચું નથી તેને પદાર્થનું સાચું જ્ઞાન હોય નહિ. સર્વજ્ઞદેવે અતીન્દ્રિયજ્ઞાન વડે
જાણીને જે વસ્તુસ્વરૂપ બતાવ્યું છે તે જ યથાર્થ છે.
*
૮ જ્ઞાનસ્વરૂપ આત્મા નિજસ્વરૂપ ભૂલીને પરથી સાથે કર્તાકર્મપણાની જે મિથ્યાબુદ્ધિ કરે
છે તેમાં આકુળતા છે; હું જ્ઞાનસ્વરૂપ છું, ક્રોધાદિભાવો પણ હું નથી–એમ પરભાવથી
ભિન્નતા જાણીને જ્ઞાનભાવપણે જ રહે–તેમાં વીતરાગી શીતળતા ને શાન્તિ છે.
*
૯ જેમાં એકતાબુદ્ધિ હોય તેમાં જ કર્તાકર્મપણું માને; જેને અજ્ઞાનથી રાગાદિ પરભાવ
સાથે એકત્વબુદ્ધિ છે તેને જ જ્ઞાન અને રાગનો કર્તાકર્મસંબંધ ભાસે છે. જ્ઞાનને અને
રાગને તો અત્યંત ભિન્નતા છે, છતાં અજ્ઞાની તેમાં એકતા માનીને રાગ સાથે
કર્તાકર્મભાવે પ્રવર્તે છે. જ્ઞાનજ્યોતિ તે કર્તાકર્મભાવને તોડતી ને અતીન્દ્રિય આનંદને
અનુભવતી ખીલે છે. આ રીતે જ્ઞાનીનું જ્ઞાન સ્વભાવના અનુભવનશીલ છે.
*