: વૈશાખ : આત્મધર્મ : ૭૧ :
૧૦ આત્મા શું, આત્માનું કાર્ય શું, આત્માનું અકર્તાપણું કેવું ને તેનો અતીન્દ્રિય આનંદ
કેવો? તે વાત અમૃતચંદ્રસ્વામીએ આ સમયસાર ટીકામાં બતાવી છે. ચૈતન્યના
અતીન્દ્રિય અમૃતમાં અમૃતચંદ્રાચાર્ય ઝૂલતા હતા, અંતરમાં તેમને સમ્યગ્જ્ઞાનની નિર્મળ
જ્યોત જાગી હતી ને ચૈતન્યમાં ઘણી લીનતા પ્રગટી હતી. તેમણે અધ્યાત્મરસના અમૃત
આ કળશમાં ભર્યા છે.
*
૧૧ સમ્યગ્દ્રષ્ટિ જીવ કઈ રીતે ઓળખાય?
પોતે તે પ્રકારની ઓળખાણ કરે તો ઓળખી શકાય છે. પોતાને જ સમ્યક્ત્વની
ઓળખાણ ન હોય તો સામાને ક્્યાંથી ઓળખશે.
*
૧૨ એક સમ્યગ્દ્રષ્ટિ બીજા સમ્યગ્દ્રષ્ટિને ઓળખી લ્યે? હા; કઈ રીતે? તે પ્રકારનો
પરિચય થાય તો જરૂર ઓળખી લ્યે.
*
૧૩ શ્રુતજ્ઞાનમાં કેટલા કર્મ છે?
શ્રુતજ્ઞાનમાં આઠે કર્મનો અભાવ છે. જે ભાવશ્રુતે અબદ્ધસ્પૃષ્ટ શુદ્ધઆત્માની
અનુભૂતિ કરી તે ભાવશ્રુત પોતે અબદ્ધસ્પૃષ્ટ થયું છે; પોતે અબદ્ધસ્પૃષ્ટ થઈને (કર્મથી
ભિન્ન થઈને અબદ્ધસ્પૃષ્ટ આત્માને અનુભવે છે.
*
૧૪ શ્રુતજ્ઞાન પરોક્ષ છે કે પ્રત્યક્ષ?
સ્વમાં ઉપયોગ વખતે શ્રુતજ્ઞાન અતીન્દ્રિય હોવાથી તેને પ્રત્યક્ષ પણ કહેવાય છે.
પરને જાણવામાં તે પરોક્ષ છે.
*
૧પ ૧૧ અને ૧૨ મા ગુણસ્થાને વીતરાગતામાં કાંઈ ફેર છે?
ના; બંનેની વીતરાગતા સરખી છે. ૧૧ થી ૧૪ મા ગુણસ્થાને યથાખ્યાત–
વીતરાગ–ચારિત્રનું એક જ સ્થાન છે, એટલે કે યથાખ્યાત–વીતરાગચારિત્ર તે ચારે
ગુણસ્થાનમાં એકસરખું છે.
*