: ૭૨ : આત્મધર્મ : વૈશાખ :
૧૬ મોક્ષમાર્ગ ક્્યાં સુધી છે?
૧૨મા ગુણસ્થાન સુધી ભાવશ્રુત તે સાધકભાવ છે, કેવળજ્ઞાન તે સાધ્યભાવ છે.
કોઈવાર ૧૪ માના છેલ્લા સમયસુધી મોક્ષમાર્ગ કહેવાય ને સિદ્ધદશા તે મોક્ષ છે.
પોતે કર્તા થઈને પરલક્ષમાં ને પરની પ્રીતિમાં રોકાય છે; તે પોતે કર્તા થઈને
સ્વની પ્રીતિથી વારંવાર સ્વલક્ષનો અભ્યાસ કરે તો સ્વલક્ષ જરૂર થાય. જેમ પોતે પરની
પ્રીતિ કરે છે તેમ જો સ્વની પ્રીતિ કરે તો સ્વલક્ષ ને સ્વાનુભવ થાય.
જૈનદર્શન શિક્ષણ વર્ગ
રાજકોટમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા–
મહોત્સવ ઊજવીને પૂ. ગુરુદેવ તા. ૧૩–
પ–૬પ વૈશાખ સુદ ૧૩ ને ગુરુવારના
રોજ સોનગઢ પધારશે. તથા બીજા
દિવસથી એટલે કે વૈશાખ સુદ ૧૪ ને
શુક્રવાર તા. ૧૪–પ–૬પ થી વિદ્યાર્થીઓ
માટેનો શિક્ષણ વર્ગ શરૂ થશે. આ શિક્ષણ
વર્ગ જેઠ સુદ ત્રીજને તા. ૨–૬–૬પ સુધી
ચાલશે. શિક્ષણ વર્ગમાં આવવા ઈચ્છતા
વિદ્યાર્થીબંધુઓએ દિ. જૈન સ્વાધ્યાય
મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) એ
સરનામે સૂચના મોકલી દેવી. તથા
ટાઈમસર સોનગઢ આવી જવું (પોતાનું
બેંડીગ સાથે લાવવું