: વૈશાખ : આત્મધર્મ : ૭૩ :
*
ઉજ્જૈનના રાયબહાદુર શ્રી લાલચંદજી દોશી તા. ૧૭–૪–૬પ ના રોજ
સ્વર્ગવાસ પામી ગયા. તેઓ તા. ૧૬મીએ દસ વાગે તો મુંબઈથી ઉજ્જૈન ગયા, ત્યાં
રાત્રે ૧૦ વાગ્યા સુધી કાર્યરત રહ્યા; તા. ૧૭ ની સવારે પણ કેટલાક ટ્રંકકોલ વગેરે કાર્ય
કર્યા. ત્યારબાદ થોડીવારમાં શ્વાસ ઉપડતાં સ્વર્ગવાસ પામી ગયા. મૃત્યુ પહેલાં તેમણે
કહ્યું કે મારો કોઈ ઉપચાર ન કરશો. હું બચીશ નહિ. ભગવાન મહાવીરનું નામ લેતાં
લેતાં તેમનો આત્મા દેહ છોડીને ચાલ્યો ગયો. અનેક જૈન સંસ્થાઓના તેઓ આગેવાન
હતા. હજી તો ગત પોષ માસમાં તેઓ ઉજ્જૈન માટે ગુરુદેવને વિનંતિ કરવા સોનગઢ
આવ્યા હતા, ને ગુરુદેવના પરિચયથી તથા સોનગઢના વાતાવરણથી બહુ જ પ્રભાવિત
થયા હતા; ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો. માહ માસમાં ગુરુદેવ ઉજ્જૈન
પધાર્યા ને પ્રતિષ્ઠા મહોત્સવ થયો તેમાં તેમણે ઉલ્લાસપૂર્વક આગેવાનીભર્યો ભાગ લીધો
હતો. જૈન પત્રોમાં પણ અવારનવાર લેખો આપીને તેઓ ગુરુદેવના પ્રભાવને પ્રસિદ્ધ
કરતા હતા. તેઓ વીતરાગી દેવગુરુધર્મની ઉપાસના વડે ધર્મપ્રેમમાં આગળ વધીને
આત્મહિત સાધે–એમ ઈચ્છીએ.
*બોટાદના ભાઈશ્રી વીરચંદ ભૂરાભાઈ શાહ ચૈત્ર સુદ ૯ ના રોજ સ્વર્ગવાસ
પામી ગયા. વર્ષોથી તેઓ ગુરુદેવના પરિચયમાં હતા, ને ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો
ભક્તિભાવ હતો. દેવ–ગુરુ–ધર્મની ભક્તિના પ્રતાપે આગળ વધીને તેઓ આત્મહિત
સાધે–એમ ઈચ્છીએ છીએ.
* મુંબઈમાં શેઠ શ્રી જગજીવન ઉજમશીના સુપુત્ર ડો. કાન્તિલાલ જગજીવન શેઠ
(જેઓ શ્રી આનંદભાઈ જસાણીના બનેવી થાય છે તેઓ) તા. ૩–૪–૬પ ના રોજ
સ્વર્ગવાસ પામી ગયા. તેઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મનું શરણ પામીને આત્મહિત પામે
એમ ઈચ્છીએ છીએ. આ વૈરાગ્યપ્રસંગે શ્રી અનુબહેન પણ ધૈર્ય રાખીને વૈરાગ્યમાર્ગ
આત્મહિતના પંથે વળે–એમ ઈચ્છીએ છીએ.
* વાંકાનેરના ભાઈશ્રી છગનલાલ ભાઈચંદ શેઠના ધર્મપત્ની શ્રી હેમકુંવરબેન
ગત માસમાં વાંકાનેર મુકામે સ્વર્ગવાસ પામી ગયા. તેઓ વાત્સલ્યવંત હતા ને ગુરુદેવ
પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો. તેમના જવાથી વાંકાનેર મુમુક્ષુમંડળને ખોટ પડી છે. તેઓ
દેવગુરુધર્મના પ્રતાપે આત્મહિત પામે એ જ ભાવના.