: જેઠ: આત્મધર્મ :૭:
તેથી તેમને ઘણો આનંદ થયો હતો.
બપોરે પ્રવચન પછી જિનમંદિરમાં ભક્તિ તથા સાંજે ૭૬ દીપકોથી આરતિ થઈ
હતી. રાત્રે બાલિકાઓએ જન્મોત્સવ–પ્રસંગને લગતું આનંદ–નાટક કર્યું હતું; આ નાટક
દ્વારા ગુરુદેવના જીવનપ્રસંગોની ઝાંખી થતી હતી, ખાસ કરીને ઉમરાળાનાં દ્રશ્યો સૌને
આનંદ ઉપજાવતા હતા. સંવાદમાં રાજકોટની પ૬ જેટલી નાની નાની બાળાઓએ સુંદર
કાર્ય કર્યું હતું. એ રીતે ગુરુદેવનો ૭૬મો જન્મોત્સવ રાજકોટમાં આનંદથી ઉજવાયો હતો.
વૈશાખ સુદ ત્રીજે: પ્રવચન પછી, પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે
વીસ વિહરમાન–તીર્થંકર–મંડલવિધાનપૂજનનો પ્રારંભ થયો હતો, ને વૈશાખ સુદ ચોથ
(તા. પ)ની સાંજે જિનેન્દ્રદેવના અભિષેકપૂર્વક મંડલવિધાનની પૂર્ણતા થઈ હતી.
વૈશાખ સુદ ૬ (તા. ૬) ની પ્રભાતે મૃત્તિકાનયનની વિધિ થઈ હતી. ત્યારપછી
તુરત ભગવાન જિનેન્દ્રદેવની પધરામણી સહિત પ્રતિષ્ઠામંડપમાં જૈન–ઝંડારોપણ થયું
હતું. સીમંધરનગરના ખુશખુશાલ વાતાવરણમાં સોનેરી સૂર્યકિરણો વચ્ચે જૈનધર્મધ્વજ
૩૧ ફૂટ ઊંચે ફરકી રહ્યો હતો. ગુરુદેવના પ્રવચન બાદ જલયાત્રાનું સરઘસ નીકળ્યું હતુ.
બપોરે ચોવીસતીર્થંકરોના મંગલ–પૂજનપૂર્વક અંકુરારોપણની વિધિ થઈ હતી. રાત્રે
ફિલ્મદ્વારા સોનગઢના માનસ્તંભ–પ્રતિષ્ઠા મહોત્સવનાં દ્રશ્યો બતાવવામાં આવ્યા
હતાં....સોનગઢ પ્રતિષ્ઠામહોત્સવનાં એ દ્રશ્યો જોઈને આનંદ થયો હતો.
વૈશાખ સુદ સાતમ (તા. ૭) ની સવારમાં આચાર્ય અનુજ્ઞા વિધાનપૂર્વક પ્રતિષ્ઠા
મહોત્સવનો મંગલ પ્રારંભ થયો હતો. ૧૧ ઈન્દ્રઈન્દ્રાણીની તથા કુબેરની સ્થાપના થઈ
હતી ને ઈન્દ્રપ્રતિષ્ઠાનું ભવ્ય સરઘસ નીકળ્યું હતું; મુખ્ય ઈન્દ્રો હાથી ઉપર હતા; તથા
બીજા અનેક સજધજથી સરઘસ શોભતું હતું. છપ્પન કુમારિકાઓ પણ એ મોટા રથમાં
સાથે હતી. સાંજે ઈન્દ્રોદ્વારા થતું “યાગમંડલ પૂજન વિધાન” થયું હતું. જેમા ચાર મંગળ–
ઉત્તમ–શરણરૂપ અરિહંતાદિ પરમેષ્ઠી ભગવંતોનું, ત્રણ ચોવીસીના તીર્થંકરોનું વીસ
વિહરમાન તીર્થંકરોનું, આચાર્ય–ઉપાધ્યાય–સાધુનું તેમજ ઋદ્ધિધારી મુનિવરોનું પૂજન
કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત જિનધર્મ, જિનાગમ, જિનચૈત્ય ને જિનચૈત્યાલનું પૂજન
કરવામાં આવ્યું હતું. રાત્રે કુમારિકા બહેનોદ્વારા આદિનાથ પ્રભુની મંગલ સ્તુતિપૂર્વક
પંચ કલ્યાણકનાં દ્રશ્યોનો પ્રારંભ થયો હતો. પહેલું દ્રશ્ય સર્વાર્થસિદ્ધિ–વિમાનનું હતું–જેમાં
ભગવાન આદિનાથનો જીવ દેવપર્યાયમાં છે ને સર્વાર્થસિદ્ધિના દેવો ચર્ચા કરે છે તે
ભાવોનું દ્રશ્ય હતું.
ત્યારપછીનું દ્રશ્ય ઈન્દ્રદરબારનું હતું, આદિનાથપ્રભુના ગર્ભકલ્યાણક પ્રસંગે ઈન્દ્ર
કુબેરને અયોધ્યાનગરીની રચના કરવાની આજ્ઞા કરે છે, ધનદ કુમારિકા દેવીઓને
માતાજીની