: ૮: આત્મધર્મ :જેઠ:
સેવામાં મોકલે છે, તીર્થંકરના અવતરણનો આનંદ મનાવે છે; ત્રીજું દ્રશ્ય હતું
અયોધ્યાના રાજદરબારનું, જેમાં નાભિરાજા અને મરૂદેવી માતા બિરાજમાન છે.
(માતા–પિતા તરીકેની સ્થાપનાનું સૌભાગ્ય શ્રી પ્રભુલાલભાઈ ત્થા તેમના ધર્મપત્ની
શ્રી શાન્તાબેનને પ્રાપ્ત થયું હતું.) માતાને ૬ મંગલસ્વપ્નપૂર્વક તીર્થંકરના ઉદરાગમનની
આગાહી થાય છે. બીજે દિવસે (તા. ૮) સવારમાં ઈન્દ્રસભા, રાજદરબાર, તથા ૧૬
મંગલસ્વપ્નોનું ફળવર્ણન, દેવીઓ દ્વારા માતાજીની સેવા તથા પ્રશ્નોત્તર વગેરે દ્રશ્યો થયા
હતા. ઈંદોરના પ્રતિષ્ઠાચાર્ય પં. શ્રી નાથુલાલજી શાસ્ત્રી દરેક વિધિ ને દરેક પ્રસંગોનું
સુંદર શૈલીથી વિવેચન કરીને સમજાવતા હતા. અજમેરની ભજનમંડળ પણ આવી ગઈ
હતી ને નૃત્ય–ભજન–સંગીત–દ્વારા દરેક પ્રસંગને શોભાવતી હતી.
વૈશાખ સુદ ૯ રવિવારે: (તા. ૯) આજે સવારમાં ભગવાન આદિનાથ પ્રભુનો
અવતાર થતાં સર્વત્ર જન્મકલ્યાણકના આનંદનો કોલાહલ છવાઈ ગયો. આજે રાજકોટ
તો અયોધ્યાનગરી બન્યું, અને આજનો દિવસ જાણે ચૈત્ર વદ નોમનો જ હતો. ઈન્દ્રરાજ
ઐરાવત હાથી લઈને ભગવાનનો જન્મોત્સવ કરવા આવી પહોંચ્યા. નાભિરાજાના
દરબારમાં ઋષભજન્મની મંગલ વધાઈ આવતાં મોટી રાજસભા આનંદોત્સવ કરવા
લાગી; છપ્પન કુમારિકા દેવીઓ મંગલ વધાઈ ગાવા લાગી. શચી ઈન્દ્રિાણીએ
આનંદોલ્લાસથી બાલ તીર્થંકરને તેડયા ને સૌધર્મઈન્દ્રે હર્ષોલ્લાસથી હજારનેત્રે
ભગવાનને નીહાળ્યા....ને હાથી ઉપર બિરાજમાન કર્યા. (સૌધર્મેન્દ્ર તથા શચી ઈન્દ્રાણી
થવાનું સૌભાગ્ય ભાઈશ્રી રતિલાલ મોહનલાલ ઘીયા તથા તેમના ધર્મપત્ની
શારદાબેનને પ્રાપ્ત થયું હતું.) જન્મોત્સવની ભવ્ય સવારી મેરુ તરફ ચાલી. એ
બાલતીર્થંકરને દેખીદેખીને હજારો નગરજનો હર્ષિત થયા. પૂ. ગુરુદેવ પણ જન્મોત્સવની
આખી સવારીમાં સાથે જ હતા ને તીર્થંકર ભગવાનના કલ્યાણકના પ્રસંગો દેખીને
પ્રસન્ન થતા હતા. મેરુ ઉપર હજારો ભક્તોના હર્ષાનંદ વચ્ચે ઈન્દ્ર વગેરેએ ૧૦૦૮
કલશોથી જિનાભિષેક કર્યો. અહો, ચૈતન્યની સાધના પૂર્ણ કરવા તીર્થંકરનો આ અંતિમ
અવતાર છે, ચૈતન્યની સાધના પૂર્ણ કરીને જગતના અસંખ્ય જીવોને આત્મ સાધનનો
માર્ગ પ્રકાશિત કરશે.–એવા તીર્થંકરના જન્માભિષેકનાં દ્રશ્યો ભક્ત–હૃદયમાં
જિનેન્દ્રમહિમા પ્રગટાવતા હતા. અભિષેકબાદ દૈવી વસ્ત્રાભૂષણોથી સુસજ્જ એ
બાલતીર્થં– કરની સવારી પુન: સીમંધરનગરની અયોધ્યા નગરીમાં આવી પહોચી, ને
ઈન્દ્રોએ તાંડવ નૃત્યથી આનંદ વ્યક્ત કર્યો બપોરે પ્રવચનમાં પણ ગુરુદેવે ભગવાનના
જન્મનો મહિમા બતાવીને, અધ્યાત્મિક રીતે આત્માની પર્યાયમાં ભગવાનનો અવતાર
કેમ થાય–તે સમજાવ્યું હતું.
પ્રવચન બાદ ભગવાન ઋષભકુમારનું પારણાઝુલન થયું હતું; પારણીયે ઝૂલી
રહેલા એ બાલતીર્થંકરને દેખીદેખીને ભક્તજનો આનંદથી નાચી ઊઠતા હતા. રાત્રે
નાભિરાજાના રાજદરબારમાં ઋષભકુમારનો રાજ્યા–