: જેઠ: આત્મધર્મ :૨પ:
સમ્મેદશિખર સંબંધમાં ભારતભરના દિ૦ જૈનોનું
અભૂતપૂર્વ સરઘસ
સમ્મેદશિખર–જૈનોનું મહાન તીર્થ, જેને સમસ્ત જૈનો પરમભક્તિથી સદાકાળ
પૂજતા આવ્યાછે, તેના સંબંધમાં બિહાર સરકારે શ્વેતાંબરસમાજ સાથે જે એકપક્ષી
અનુચિત કરાર કરેલ છે, તેનો ભારતભરના દિગંબર જૈનસમાજમાં અત્યંત વિરોધ છે.
આ વિરોધ પ્રદર્શિત કરવા તા. ૩–પ–૬પ ના રોજ દિલ્હીમાં દિ૦ જૈનસમાજનું એક
સરઘસ લાલકિલ્લાથી શરૂ થઈને વડાપ્રધાન શ્રી લાલબહાદુરજી શાસ્ત્રના નિવાસસ્થાને
ગયું હતું. આ અભૂતપૂર્વ સરઘસમાં ભારતભરમાંથી એક લાખ ઉપરાંત દિ૦ જૈનોએ
ભાગ લીધો હતો. જૈનોનું આવું વિશાળ અને શાંત સરઘસ દિલ્હીના ઈતિહાસમાં પ્રથમ
જ હતું. સમ્મેદશિખરજી સંબંધી જયઘોષ કરતું તથા હજારો ઝંડા અને ચિત્રો વગેરે સહિત
સરઘસ શાસ્ત્રીજીના નિવાસસ્થાને પહોચ્યું, ત્યાં દિ૦ જૈનોના પ૦ જેટલા આગેવાન
પ્રતિનિધિઓએ શાસ્ત્રીજીને મળીને નિવેદન આપ્યું. શાસ્ત્રીજીએ આ સંબંધી તપાસ
કરીને અન્યાયની સ્થિતિ દૂર કરવાનું વચન આપ્યું હતું. આ સંબંધમાં દિલ્હીના પ્રસિદ્ધ
દૈનિક નવભારત ટાઈમ્સ” માં જે રિપોર્ટ છપાયેલા છે તે અહીં (जैनमित्र માંથી]
સાભાર ઉધ્ધૃત કરીએ છીએ.
सम्मेदशिखर क्षेत्रपर किसी एक जैन समुदायका हक नही
प्रधानमन्त्रीसे दिगम्बर जैनियोंका आग्रह
“नई दिल्ली, ३ मई। प्रधानमन्त्री श्री लालबहादूर शास्त्रीने एक प्रतिनिधि
मंडलको आश्वासन दिया है कि प्रसिद्ध जैन तीर्थ सम्मेदशिखरके सम्बन्धमें बिहार
सरकार द्वारा श्वेताम्बर समाजके साथ किये गये करारसे दिगम्बर जैन समाजके
प्रति अन्यायकी जो स्थिति पैदा हो गयी है उसकी जांच की जायगी और उसे
दूर किया जायगा।
प्रतिनिधि मंडलने श्री शास्त्रीजीको एक स्मरणपत्र पेशकर बताया कि
पारसनाथ पहाड [सम्मेदशिखर] दिगम्बर जैनियोंका सर्वोत्कृष्ट तथा सर्वाधिक
पावन तीर्थक्षेत्र है। बिहार सरकारसे एक तरफा करार कराके इसका नियंत्रण
श्वेतांबर जैन समाजको देने से देशके कई लाख दिगम्बर जैनियोंमें भारी क्षोभ
पैदा हो गया है और उनके धार्मिक अधिकारोंको ठेस पहुंची