Atmadharma magazine - Ank 260
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 51

background image
: જેઠ : આત્મધર્મ : પ :
* રાજકોટ–મહોત્સવ સમાચાર *
ભવ્ય સમવસરણ અને ઉન્નત માનસ્તંભમાં જિનેન્દ્રપ્રતિષ્ઠા
આનંદ અને ઉલ્લાસથી ઉજવાયેલ
શ્રી જિનેન્દ્ર–પ્રતિષ્ઠાનો પંદરમો પંચકલ્યાણક–મહોત્સવ
પૂ. ગુરુદેવનો ૭૬મો મંગલ–જન્મોત્સવ
પૂ. શ્રી ગુરુદેવદ્વારા જૈનધર્મની મહાન પ્રભાવના દિનોદિન
વૃદ્ધિગત થઈ રહી છે; વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રનો જે અપાર
મહિમા તેઓશ્રી સમજાવે છે તેના પ્રતાપે હજારો ભક્તો
પ્રભાવિત થાય છે, ઠેરઠેર જિનમંદિરો બંધાય છે, ને તેમાં
જિનેન્દ્રપ્રતિષ્ઠાના મંગલ મહોત્સવો ઉજવાય છે. એવો પંદરમો
પંચકલ્યાણક–પ્રતિષ્ઠામહોત્સવ આ વૈશાખ માસમાં રાજકોટ
શહેરમાં ઉજવાયો. અનુક્રમે સોનગઢ (૧૯૯૭), સોનગઢ
(૧૯૯૮) વીંછીયા, લાઠી, રાજકોટ, સોનગઢ (૨૦૦૯),
પોરબંદર, મોરબી, વાંકાનેર, લીંબડી મુંબઈ (૨૦૧પ)
જામનગર, જોરાવરનગર, મુંબઈ (૨૦૨૦) તથા રાજકોટ
(૨૦૨૧) આ રીતે પંદર વખત પંચકલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવ
થયા. આ ઉત્સવમાં સાથે સાથે વૈશાખ સુદ બીજનો ૭૬મો
જન્મોત્સવ પણ રાજકોટમાં ઉજવાયો. આ ઉત્સવ પ્રસંગે
રાજકોટમાં એક મહિના સુધી કલશટીકા ઉપર અધ્યાત્મરસની
ધારા ગુરુદેવે વરસાવી. અહીં ઉત્સવના મધુર સંભારણા
આપ્યાં છે.
બ્ર. હ. જૈન (સં)
ચૈત્ર વદ ૮ ના રોજ રાજકોટના સમવસરણ–મંદિરના પહેલા ગઢનો પહેલવહેલો
આરસનો પાષાણ મુકવાનું મુહૂર્ત થયું; મંગલ તરીકે ગુરુદેવના સુહસ્તે તે પાષાણશીલા
ઉપર સ્વસ્તિક કરાવીને ચણતરનો પ્રારંભ થયો; સંઘની બીજી અગ્રગણ્ય વ્યક્તિઓના
હસ્તે પણ મુહુર્ત થયું. આ રીતે સમવસરણની રચનાનો પ્રારંભ થયો. આરસનું
સમવસરણ સુંદર અને ભવ્ય બન્યું છે.
પંચકલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવ સંબંધી વિધિ–વિધાનનો મંગલપ્રારંભ વૈશાખ સુદ
એકમના પ્રાતઃકાળે થયો. સવા લાખ જાપની