: ૪ : આત્મધર્મ : જેઠ :
શુદ્ધ આત્મસ્વભાવ પ્રિય નથી. વિકલ્પની જાળ ઊઠે તે જ્ઞાનીને પ્રિય નથી, ઈષ્ટરૂપ નથી,
તેની ઈચ્છા નથી; એટલે તે વિકલ્પજાળ ઊઠે તો ઊઠો પણ અનુભવનશીલ એવી શુદ્ધ
ચૈતન્યવસ્તુમાં તો કાંઈ વિકલ્પજાળ નથી; તેથી તે સ્વદ્રવ્ય નથી પણ પરદ્રવ્ય છે; ને
પરદ્રવ્ય હોવાથી સ્વવસ્તુના અનુભવમાં તો તે અવસ્તુ જ છે. જેમ ચેતનના અનુભવમાં
જડનો પ્રવેશ નથી તેમ પરભાવનો પણ તેમાં પ્રવેશ નથી તેથી તે પણ પરમાર્થે પરદ્રવ્ય
છે, જે સ્વદ્રવ્યની શુદ્ધઅનુભૂતિમાં નહિ તે બધું ય પરદ્રવ્ય છે. અરે, રાગને તો
મોક્ષમાર્ગનો ઘાતક કહ્યો છે તો તે સ્વવસ્તુ કેમ હોય? અજ્ઞાની તેને (શુભ રાગને)
મોક્ષનું સાધન માને છે. પણ ભાઈ, અશુભકષાયોની જેમ શુભ પરિણામોનો પણ
મોક્ષમાર્ગમાં નિષેધ છે. શુદ્ધ ચૈતન્યવસ્તુના અનુભવરૂપ જે મોક્ષમાર્ગ છે તે તો એકલી
શુદ્ધતારૂપ જ છે, તે શુભાશુભરાગરૂપ નથી. શુભાશુભરાગ તો મોક્ષમાર્ગની ક્રિયાથી
વિપરીત છે. મોક્ષમાર્ગ ભલો છે, અને શુભાશુભપરિણામ દુષ્ટ છે, માટે તે વર્જનીય છે.
અહા, છઠ્ઠા સાતમા ગુણસ્થાને સ્વરૂપના આનંદમાં વારંવાર ઝૂલતા ભગવાન
સંત– મુનિઓએ સ્પષ્ટ વસ્તુસ્વરૂપ અનુભવીને પ્રસિદ્ધ કર્યું છે. અહા, મુનિદશા એટલે
તો પરમેષ્ઠી– પદ,–જાણે હાલતાચાલતા ભગવાન!–એવા સંતોની આ વાણી છે,
કુંદકુંદાચાર્યદેવ ને અમૃતચંદ્રાચાર્યદેવે અલૌકિક વસ્તુસ્વરૂપ જગતને બતાવ્યું છે, શુદ્ધ
જીવસ્વભાવ અને પરભાવોની અત્યંત ભિન્નતા બતાવીને શુદ્ધજીવનો અનુભવ કરાવ્યો
છે; ને પરભાવોને તો ‘અવસ્તુ’ કહીને અનુભવથી બહાર કાઢી નાંખ્યા છે; એટલે
વ્યવહારને જ શુદ્ધઅનુભવની બહાર કાઢી નાંખ્યો છે.
આ ‘અજીવ–અધિકાર’ છે, ‘શુદ્ધજીવ’ નહિ તે બધુંય અજીવ–એમ જીવ–
અજીવની સ્પષ્ટ વહેંચણી કરી છે. આવા શુદ્ધસ્વરૂપ જીવને અનુભવમાં ને પ્રતીતમાં લેવો
તે સમ્યગ્દર્શન છે. આવા સમ્યગ્દર્શનની દ્રષ્ટિમાં ઉત્કૃષ્ટ એક પરમ તત્ત્વ જ દેખાય છે.
કોઈ વિભાવો તેમાં દેખાતા નથી. વિભાવ એટલે કે વ્યવહારપરિણામ તે ઉત્કૃષ્ટ નથી,
શુદ્ધદ્રષ્ટિમાં જે પરમતત્ત્વ દેખાય છે તે જ ઉત્કૃષ્ટ છે. આઠ વર્ષની બાલિકા પણ
અનુભવમાં જ મોક્ષમાર્ગ સમાય છે.