: જેઠ : આત્મધર્મ : ૩ :
સાથે સંબંધવાળા હોવાછતાં તે ખરેખર જીવ નથી, જીવના શુદ્ધસ્વભાવના અનુભવમાં
તેનો પ્રવેશ નથી તેથી ખરેખર તે અજીવ છે. આત્મા તો તેને કહેવાય કે જે શુદ્ધ
શુદ્ધજીવનો અનુભવ કરતાં શરીર અને કર્મની જે રાગાદિ ભાવકર્મ પણ ભિન્નપણે
જ અનુભવાય છે. ૧૪૮ પ્રકૃતિ (જેમાં તીર્થંકરપ્રકૃતિ પણ આવી જાય છે) તેના
નિમિત્તભૂત જેટલા પરભાવો અશુભ કે શુભ છે તે બધાય શુદ્ધ જીવથી ભિન્ન છે, એટલે
અજીવ છે, ચેતન જેવા દેખાય છે તો પણ ખરેખર તે ચેતનના સ્વભાવભૂત નથી, શુદ્ધ
ચેતનસ્વરૂપ જીવના અનુભવનમાં તેમનો પ્રવેશ નથી, તેથી શુદ્ધ જીવથી તે ભિન્ન છે.
પ્રશ્ન:– આપે વિભાવ પરિણામોને જીવસ્વરૂપથી ભિન્ન કહ્યા, તો તે ભિન્ન એટલે
શું તેનો ભાવાર્થ અમે સમજ્યા નહિ. ભિન્ન કહેતાં તે વસ્તુસ્વરૂપ છે, કે અવસ્તુરૂપ છે?
ઉત્તર:– શુદ્ધ ચૈતન્યથી ભિન્ન કહ્યા, એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિમાં તે
અવસ્તુરૂપ છે. શુદ્ધ ચૈતન્યના અનુભવનશીલ જીવને સ્વમાં વિભાવ પરિણામ દેખાતા
નથી. પરભાવનું વિદ્યમાનપણું હતું તે તો પહેલાં બતાવ્યું, પણ સ્વાનુભવમાં તો તે
અવસ્તુ જ છે, અવિદ્યમાન જ છે. વસ્તુના સ્વભાવભૂત જે ભાવ નથી તેને વસ્તુરૂપે
અનુભવવા તે મિથ્યાત્વ છે.
સંતો અનુભવથી કહે છે કે અમે વિકારથી ભિન્ન શુદ્ધ ચૈતન્યવસ્તુને અનુભવીએ
છીએ ને તમે પણ આવી શુદ્ધ ચૈતન્ય વસ્તુને સ્વાનુભવ વડે અનુભવો. રાગાદિ
પરભાવોનો વર્જનશીલ એટલે છોડનાર આત્મસ્વભાવ છે; એ શુભાશુભ ભાવરૂપ જે
અશુદ્ધ આચરણ છે તે કરવા યોગ્ય નથી પણ વર્જન કરવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે;
આત્માનો સ્વભાવ રાગના અનુભવન શીલ નથી પણ શુદ્ધચેતનના અનુભવનશીલ છે.
રાગાદિ પરભાવોને તો દુષ્ટ કહ્યા છે, અનિષ્ટ કહ્યા છે ને મોક્ષમાર્ગના ઘાતક કહ્યા છે.
(પૃ. ૮૯) વ્યવહારચારિત્રના શુભ પરિણામને પણ એમાં જ નાંખ્યા છે. ઉપાદેયરૂપ
શુદ્ધભાવ છે, તે જ મોક્ષનું કારણ છે. જેટલી શુદ્ધતા છે તેટલું જ મોક્ષનું કારણ છે, અને
જેટલું મોક્ષનું કારણ છે તેટલું જ ઉપાદેયરૂપ છે; જેટલી અશુદ્ધતા છે તેટલું બંધનું કારણ
છે ને જેટલું બંધનું કારણ છે તેટલું છોડવા યોગ્ય છે.
પરભાવો અનિષ્ટ છે એટલે કે ઈષ્ટ નથી; ધર્માત્માને તે પ્રિય નથી. ધર્માત્માને
ઈષ્ટ વહાલો ને પ્રિય તો પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ જ છે. પરભાવ જેને પ્રિય છે તેને