Atmadharma magazine - Ank 261
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 37

background image
: : આત્મધર્મ : અષાડ :
માટે નવતત્ત્વના એકલા વિકલ્પમાં જ જે અટક્યો છે તે મિથ્યાદ્રષ્ટિ છે. સકલ કર્મની
વિકલ્પ આવશે–તેનું જ્ઞાન કરાવ્યું પણ તું તે વિકલ્પના જ અનુભવમાં ન અટકીશ, તેનું
અવલંબન છોડીને, તેનાથી આગળ જઈને અંતરમાં એકરૂપ શુદ્ધજીવવસ્તુ છે તેને દેખજે,
તો જ સમ્યગ્દર્શન થશે. વિકલ્પનો અનુભવ તે તો વિભાવ છે, તેને સમ્યગ્દર્શન માની ન
લઈશ. વિકલ્પ આવશે પણ તે કાંઈ મોક્ષમાર્ગીનું કર્તવ્ય નથી; મોક્ષમાર્ગીનું કર્તત્વ તો
શુદ્ધ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે; તેને જ નિયમસારમાં ‘નિયમથી કર્તવ્ય’ કહેલ છે.
વિકલ્પ તો વિભાવ છે, તેને કર્તવ્ય માને એને મોક્ષમાર્ગ કેવો? પહેલાં વસ્તુની સ્થિતિ
કયા પ્રકારે છે, માર્ગ કયા પ્રકારે છે તેનો નિશ્ચય કરે તો જ અંતર્મુખ વળવાનો જોરદાર
શુદ્ધજીવનો પ્રયત્ક્ષઅનુભવ થતાં જ સમ્યગ્દર્શન થાય છે; ત્યાં પ્રત્યક્ષઅનુભવ તે
તો જ્ઞાનપર્યાય છે, પણ તે જ્ઞાનપર્યાયની સાથે જે પ્રતીત થઈ તે સમ્યગ્દર્શન છે. આવું
આત્મસ્વભાવનું માહાત્મ્ય આવે ને અંર્તદ્રષ્ટિથી પરિણમન કરે ત્યારે મોક્ષમાર્ગ
પ્રશ્ન:– મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રને કહ્યો છે?
ઉત્તર:– સમ્યગ્દર્શન થતાં અંર્તદ્રષ્ટિથી પરિણમન થયું તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર ત્રણે ભેગા છે. સ્વાનુભૂતિમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાય છે. એ
સિવાય રાગરૂપ જે વ્યવહારરત્નત્રય છે તે તો વિભાવપરિણતિ છે, તે કાંઈ
સ્વભાવપરિણતિ નથી. મોક્ષમાર્ગ તો સ્વભાવપરિણતિ છે. રાગના યત્નથી મોક્ષમાર્ગ
સ્વાનુભૂતિથી જ્યાં સમ્યગ્દર્શનાદિ થયું ત્યાં પૂર્વબદ્ધ કર્મો નિર્જરવા માંડે છે.
આવી નિર્જરાપૂર્વક મોક્ષમાર્ગ હોય છે. સમ્યગ્દર્શન વગર સાચી નિર્જરા કે મોક્ષમાર્ગ હોય
નહિ ચૈતન્યરત્નાકર, એટલે કે અનંતગુણરૂપી રત્નોનો સમુદ્ર, તેમાં નિર્મળપરિણતિના
તરંગ ઉલ્લસે છે. આવો આત્મા તે સમ્યક્ત્વનો વિષય છે. સમ્યક્ત્વ થયું ત્યાં આઠે
કર્મોથી ભિન્ન આત્મા અનુભવમાં આવ્યો; પછી જે અલ્પકર્મ બાકી છે તે પરજ્ઞેયમાં છે,
સ્વવસ્તુમાં તે નથી. સ્વવસ્તુ તો પોતાના એકત્વસ્વભાવમાં સ્થિત નિર્વિકલ્પ છે.
શુદ્ધનય કહો કે નિર્વિકલ્પ– વસ્તુની દ્રષ્ટિ કહો, એટલે અતીન્દ્રિયઆનંદના પ્રત્યક્ષ
સ્વાદદ્વારા નિર્વિકલ્પદ્રષ્ટિથી વસ્તુને દેખવી તે–સમ્યગ્દર્શન છે. જુઓ, આ શુદ્ધદ્રષ્ટિ;
શુદ્ધનય એટલે જ નિર્વિકલ્પ–