: અષાડ : આત્મધર્મ : ૭ :
સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધસ્વભાવનો
અનુભવનશીલ છે
આચાર્યદેવ કહે છે કે વ્યવહાર તો અભૂતાર્થ છે, તે
કાંઈ પરમાર્થવસ્તુરૂપ નથી એટલે તેને તો हंत કહીને
છોડવા જેવો કહ્યો છે; શુદ્ધઆત્મા પરમાર્થ છે તે જ
અમને પ્રાપ્ત હો, તે જ ઉપાદેય છે, ને તેને સમ્યક્પ્રકારે
દેખવો તે જ સમ્યગ્દર્શન છે. આવા શુદ્ધાત્માના જે
અનુભવનશીલ છે તે ધર્માત્મા છે.
(કલશટીકા–પ્રવચન)
एकत्वे नियततस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः
पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्य पृथक्।
सम्यग्दर्शनमेतदेवनियमात् आत्मा च तावानयं
तन्मुक्त्वा नवतच्चसन्ततिमिमामात्मायमेकोस्तु नः।।६।।
આ શુદ્ધઆત્માનો અનુભવ તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે જ પરમાર્થ
છે, માટે તે જ અમને પ્રાપ્ત હો–એવી આચાર્યદેવની ભાવના છે. જીવવસ્તુ પોતે સહજ
સ્વભાવથી જ ચેતનારૂપ છે–જ્ઞાનરૂપ છે; પણ પોતાના મિથ્યાત્વપરિણામને લીધે ભ્રમિત
થઈને તે પોતાનું સ્વરૂપ નથી જાણતો ત્યાંસુધી તે અજ્ઞાની છે. હવે વિકલ્પથી પાર થઈને
શુદ્ધાત્માના અનુભવવડે તે મિથ્યાપરિણામ દૂર કરીને જીવ પોતાના સ્વરૂપનો
અનુભવશીલ થયો. આવો અનુભવશીલ થયો ત્યારે તેને ખરો આત્મા કહ્યો. શું કરવાથી
જીવ અનુભવશીલ થયો? જીવ અનાદિથી નવતત્ત્વના વિકલ્પમાં તન્મયપણે પરિણમ્યો
હતો, તે નવતત્ત્વના વિકલ્પને છોડીને, એટલે કે નવતત્ત્વના વિકલ્પથી જુદો પડીને,
શુદ્ધસ્વભાવના અનુભવશીલ થયો,–ત્યાંથી ધર્મની શરૂઆત થઈ.
નવતત્ત્વના વિકલ્પરૂપ પરિણતિ તે વિભાવપરિણતિ છે; તે વિભાવપરિણતિરૂપે
અનાદિથી જીવી પરિણમી રહ્યો છે; એકલા શુદ્ધતત્ત્વને ભૂલીને, નવતત્ત્વના વિકલ્પરૂપે જ
આત્માને અનુભવવો તે મિથ્યાત્વ છે. વિકલ્પ તે કાંઈ શુદ્ધજીવના સ્વભાવની ચીજ નથી.
શુદ્ધજીવના અનુભવમાં નવતત્ત્વના વિકલ્પ નથી, ને તે વિકલ્પવડે શુદ્ધજીવના
અનુભવમાં જવાતું નથી.