સમ્મેદશિખરની સૌથી ઊંચી ટૂંક પર
સં. ૨૦૧૩ ની યાત્રા વખતે પારસટૂંક (સુવર્ણભદ્રટૂંક)
ઉપરની ભક્તિનું એક દ્રશ્ય.
સિદ્ધભૂમિનાં સિદ્ધિધામ દેખીયા રે, આજે નજરે નીહાળ્યા આ ધામ....આજ૦
ધન્ય ભૂમિ અને ધન્યધૂળ છે રે, પુનિત પગલાં થકી પવિત્ર......આજ૦
અહો અપૂર્વ યાત્રા આજ થાય છે રે, અમ અંતરમાં આનંદ ઉભરાય...આજ૦
અહો અપૂર્વ યાત્રા ગુરુજી સાથમાં રે, અમ અંતરમાં આનંદ ઉભરાય....આજ૦
આજ ભાવે નમો તીર્થરાજને રે.
(તીર્થભક્તિનાં આવા સેંકડો ચિત્રોથી સુશોભિત “મંગલ તીર્થયાત્રા” પુસ્તક
દ્વારા યાત્રાના મીઠા સંભારણાં વાંચીને તીર્થયાત્રા જેવો આનંદ મેળવો.)