વર્ષ ૨૨: અંક: અષાડ ૨૪૯૧ : july 1965
પિપાસુ માટેની પરબ
સંસારમાં જેમને કાંઈ પ્રિય નથી, ચૈતન્યના વીતરાગ–
નિર્વિકલ્પ આનંદરસના જેઓ પ્યાસી છે, જેમને રાગની કે
પુણ્યની પિપાસા નથી એવો પરમાનંદના પિપાસુ ભવ્ય જીવોને
માટે સંતોએ શાસ્ત્રોમાં પરમ આનંદના ધોધ વહેવડાવ્યા છે.
વાહ, સંતોએ તો પરમ આનંદના પરબ માંડયા છે. જેમ ભર
ઉનાળામાં તૃષાતૂર માટે ઠંડા પાણીનાં કે મધુર શરબતના
પરબ મંડાયા હોય ને તરસ્યા જીવો ત્યાં આવીને પ્રેમથી તેનું
પાન કરે, ને તેમનું હૃદય તૃપ્ત થાય, તેમ સંસારઅરણ્યમાં
આકુળતારૂપી ભર ઉનાળામાં રખડી રખડીને થાકેલા જીવને
માટે ભગવાનના સમવસરણમાં અને સંતોની છાયામાં
ચૈતન્યના વીતરાગી આનંદરસના પરબ મંડાયા છે; ત્યાં
પરમાનંદના પિપાસુ ભવ્ય જીવો જિજ્ઞાસાથી–પ્રેમથી આવીને
શુદ્ધાત્માના અનુભવરૂપ અત્યંત મધુર અમૃતરસનું પાન કરીને
તૃપ્ત થાય છે. અરે, ક્્યાં નવમી ગ્રૈવેયકથી માંડીને નરક સુધી
ચારે ગતિનાં દુઃખોનો દાવાનળ! ને ક્્યાં આ ચૈતન્યના
અનુભવરૂપ સુખના વેદનની શાંતિ! અરે, ચૈતન્યના પરમ
આનંદના અનુભવ વગર બધુંય દુઃખરૂપ લાગે છે. ત્યાંથી
ભયભીત થઈને જે ચૈતન્યસુખને માટે ઝંખે છે એવો જીવ
શુદ્ધાત્માના અનુભવ તરફ જાય છે. પંચપરમેષ્ઠીની ભક્તિ અને
શુદ્ધ આત્માના રત્નત્રય જ તેને પ્રિયમાં પ્રિય છે; એવા જીવને