: ૨ : આત્મધર્મ : અષાડ :
જ્ઞા ની ની સ હ જ વૈ રા ગ્ય
પ રિ ણ તિ
અહા, અતીન્દ્રિય સુખથી ભરેલો સ્વપદાર્થ જેને સુંદર લાગે તેને જગતના
કોઈ પદાર્થમાં સુંદરતા ન લાગે, એટલે જ્ઞાનીને બીજે ક્્યાંય ગમે નહીં.
સમ્યગ્દ્રષ્ટિને અતીન્દ્રિય આત્મસુખનો સ્વાદ આવી ગયો છે, તેથી બાહ્યવિષયોના
સુખ કે જે આત્માના સ્વભાવથી પ્રતિકૂળ છે–તેમાં ધર્મીને રસ આવતો નથી. અજ્ઞાનીને
ચૈતન્યસુખના રસની તો ખબર નથી એટલે તેને રાગનો અને તેના ફળરૂપ
વિષયસુખનો રસ છે.
ધર્મી કદાચ ગૃહસ્થ હોય–ચક્રવર્તી હોય, છતાં ચૈતન્યસુખના સ્વાદથી વિપરીત
એવા વિષયસુખોમાં તેને રસ નથી. અંતરના ચૈતન્યસુખની ગટાગટી પાસે
વિષયસુખોની આકુળતા તેને વિષ જેવી લાગે છે. એટલે તે તો ‘સદન નિવાસી તદપિ
ઉદાસી’ છે.
અજ્ઞાની કદાચ ત્યાગી થયો હોય, છતાં ચૈતન્યસુખથી વિપરીત એવા
વિષયસુખની રુચિ તેને ઊંડે ઊંડે પડી જ છે, કેમકે જેને રાગની રુચિ છે તેને તેના
ફળની પણ રુચિ છે, ને ચૈતન્યના સુખના સ્વાદની તેને ખબર નથી. રાગનું ફળ તો
વિષયો છે; રાગની જેને પ્રીતિ હોય તેને વિષયોની પ્રીતિ કેમ છૂટે?
અહા, અતીન્દ્રિય આનંદના અનુભવ સહિત જે સમ્યગ્જ્ઞાન થયું તેમાં
વિષયસુખોની પ્રીતિ કેમ હોય? એ વિષયો તો આત્માના વેરી છે. અનાકૂળ સ્વાદ અને
આકુળતા બંને એકબીજાથી વિરુદ્ધ છે. જે જ્ઞાન આકુળતાથી છૂટીને ચૈતન્યના નિરાકૂળ
સુખને ન વેદે તે જ્ઞાન શું કામનું?–તે જ્ઞાન ખરેખર જ્ઞાન નથી પણ અજ્ઞાન છે.
પ્રશ્ન–: બાહ્ય ભોગો છૂટી જાય તો જ જ્ઞાન કહેવાય?
ઉત્તર:– બાહ્યભોગ તો અવિરત સમકિતીને હોઈ શકે. પરંતુ તેમાં સુખબુદ્ધિ નથી.
ચૈતન્યસુખ સિવાય બીજે ક્્યાંય પોતાનું સુખ ભાસતું નથી. બાહ્યભોગમાં જેને સુખ
ભાસે તેને જ્ઞાન નથી. મુનિદશા થાય ત્યારે તો અસ્થિરતાનોય રાગ છૂટી જાય, ત્યાં
બાહ્યભોગો સંયોગરૂપે પણ હોતા નથી, ત્યાં તો અતીન્દ્રિય આનંદનો ઉપભોગ ઘણો
વધી ગયો છે. અહા, ચૈતન્યના અનુભવરૂપ જ્ઞાનકળા અપૂર્વ છે, એ જ્ઞાનકળા જેને
પ્રગટી તેનો વૈરાગ્ય જગતમાં અલૌકિક છે. તેથી કહે છે કે–