: અષાડ : આત્મધર્મ : ૩ :
જ્ઞાનકલા જિસકે ઘટ જાગી, તે જગમાંહી સહજ વૈરાગી;
જ્ઞાની મગન વિષયસુખમાંહી, યહ વિપરીત, સંભવે નાંહી.
અહા, જેને સ્વ–પદાર્થ સુંદર લાગે તેને જગતના કોઈ પદાર્થમાં સુંદરતા ન લાગે;
જેને પર સંયોગમાં ક્્યાંય સુંદરતા લાગે છે તેને સ્વ–પદાર્થ સુંદર લાગ્યો નથી. સ્વભાવ
અને સંયોગ બંનેની રુચિ એકસાથે રહી શકે નહિ. જ્ઞાનીને આત્મા સિવાય બીજા કોઈ
વિષયો ગમતા નથી, બધેયથી તે ઉદાસ–ઉદાસ છે. તેને નિજ શુદ્ધાત્માના સંવેદનની પરમ
પ્રીતિ છે, ને બાહ્ય વિષયો પ્રત્યે તીવ્ર વૈરાગ્ય છે. જ્ઞાનીની આવી સહજ જ્ઞાન–વૈરાગ્ય
પરિણતિ અલૌકિક છે.
લાખ વાતની વાત
લાખો પ્રકારની વાત શાસ્ત્રોમાં વર્ણવી હોય પણ તે બધાનું મૂળ તાત્પર્ય એ છે કે
નિજાત્માનું શુદ્ધસ્વરૂપ જાણીને, જગતના બધા દંડ–ફંદ તોડીને, તેનું ધ્યાન કરવું.
મંદરાગ કરવા છતાં અને શાસ્ત્ર ભણતર કરવા છતાં જે જીવ વિકલ્પ છોડતો
નથી અને પરિણતિને અંતરસ્વરૂપમાં વાળતો નથી તે જીવને મૂર્ખ અને જડ કહ્યો છે.
શાસ્ત્ર ભણવાનું તાત્પર્ય તો એ હતું કે સ્વરૂપની સાવધાની કરીને તેને ધ્યાવવું. એ કાર્ય
જે નથી કરતો ને શાસ્ત્રના શબ્દોથી સંતુષ્ટ છે તે જીવ કર્મથી છૂટતો નથી.
શાસ્ત્રભણતદ્વારા ગ્રહણ તો આત્માનું કરવાનું છે, શાસ્ત્રોનો ઉપદેશ પણ એ જ છે, એને
બદલે રાગમાં જ જે રોકાણો, શાસ્ત્રભણતરના વિકલ્પમાં જ સર્વસ્વ માનીને રોકાણો તે
જડબુદ્ધિ છે. મૂળ ચૈતન્યતત્ત્વ તો શરીરથી ને વિકલ્પથી પાર છે; વિકલ્પને ઓળંગીને જ
એ પ્રતીતમાં આવે છે. એવી પ્રતીત જે નથી કરતો તે જડ છે.
આત્મા તો ચેતન છે, તેને અહીં જડ કેમ કહ્યો?
આત્મા ચૈતન્યસ્વરૂપ છે, તેના ચૈતન્યસ્વરૂપને ભૂલીને રાગમાં ને જડમાં
એકત્વબુદ્ધિ કરીને જે અટક્યો તેણે આત્માને આત્માપણે ન માન્યો પણ જડપણે માન્યો
માટે તેને જડ કહ્યો. જડ એટલે મુર્ખ, અજ્ઞાની; ચૈતન્યના ચૈતન્યપણાની જેને ખબર
નથી તે જડ છે. બધાય શાસ્ત્રોનું તાત્પર્ય એ છે કે દેહાદિથી ભિન્ન આત્મતત્ત્વને જાણીને
તેને અનુભવમાં લેવું. આ પરમાત્મપ્રકાશકના હિન્દી અર્થો પં. દૌલતરામજીએ કર્યા છે;
છહઢાળા પણ તેમણે રચી છે; તેમાં કહે છે કે –
લાખ બાતકી બાત યહ નિશ્ચય ઉર આનો,
તૌર સકલ જગ દંદ–ફંદ નિજઆતમ ધ્યાવો,