વિકલ્પ આવશે, પણ તારું લક્ષ તો શુદ્ધાત્મા ઉપર
રાખજે, વિકલ્પને સાધન માનીને તેમાં અટકીશ નહીં.
સ્વાનુભૂતિ વિકલ્પવડે થતી નથી, શુદ્ધાત્મા સિવાય
બીજું બધું સ્વાનુભૂતિથી બહાર છે.
मिह निहितपदानां हन्त हस्तावलंब
तदपि परममर्थं चिचमत्कारमात्रं
परविरहितमंत पश्यतां नैष किंचित्।।५।।
એટલું તો કહેવું જ પડે કે ‘જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ જીવ છે’–આટલો વ્યવહાર છે. દેહની
ક્રિયા કરે તે જીવ કે રાગ કરે તે જીવ–એવી વાત ન લીધી. ‘જ્ઞાન તે જીવ’ એવી વાત
લીધી, ને એ વ્યવહાર પણ સ્વાનુભવ વખતે છૂટી જાય છે.–એમ કહેશે. પ્રથમ આત્માના
અનુભવને માટે તેનું સ્વરૂપ જાણવાની જેને જિજ્ઞાસા થઈ છે તેવો જીવ જ્યારે પૂછે કે
‘પ્રભો, આત્માનું સ્વરૂપ શું છે?’ ત્યારે શ્રીગુરુ તેને સમજાવવા અભેદ આત્મામાં ભેદ
ઉપજાવીને વ્યવહારથી કહે છે કે જ્ઞાન–દર્શન, ચારિત્રસ્વરૂપ આત્મા છે. તે
અનુભવવાયોગ્ય છે. કોણ અનુભવવા– યોગ્ય છે? આત્મા અનુભવવાયોગ્ય છે, કાંઈ
ગુણભેદ