: શ્રાવણ : આત્મધર્મ : ૭ :
ભાઈ, મોક્ષનું કારણ તારામાં જ છે, ક્્યાંય બહાર ન ઢૂંઢ. અંતર્મુખ અનુભવદ્વારા
આ આત્મા પોતે જ મોક્ષમાર્ગરૂપ પરિણમીને મોક્ષનું કારણ થાય છે. આત્માથી ભિન્ન
કોઈ બીજાને તું મોક્ષનું કારણ બનાવવા માંગીશ તો મોક્ષનું સાચું સાધન તને નહિ મળે.
મોક્ષના ઉપાયમાં પરદ્રવ્યનો કિંચિત સહારો નથી. માટે હે મોક્ષાર્થી! સ્વસન્મુખ થઈને
આત્માનો જ અનુભવ કર.
આત્મા કેવો છે? દર્શન–જ્ઞાન–ચારિત્રની અભેદતાથી એકરૂપ અનુભવતાં તે શુદ્ધ
છે; પણ દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદથી લક્ષમાં લેતાં અશુદ્ધતાનો અનુભવ થાય છે.
અભેદના અનુભવથી જ દ્રવ્યના સહજ સ્વભાવનો અનુભવ થાય છે. પ્રમાણથી જોતાં
આત્મામાં અશુદ્ધતા ને શુદ્ધતા (અથવા ભેદ ને અભેદ) બંને એક સાથે છે.–છતાં
શુદ્ધતાનો અનુભવ તો અભેદના આશ્રયે જ થાય છે. પોતામાં વ્યવહારથી જે ભેદ છે
તેના આશ્રયથી પણ અશુદ્ધતાનો અનુભવ થાય છે, તોપછી પરના આશ્રયની તો વાત
ક્યાં રહી?
આત્મા દર્શન–જ્ઞાન–ચારિત્ર એવા ત્રણ ગુણરૂપ છે, એટલે કે એક અખંડ
આત્માને ગુણભેદથી જોતાં તેનામાં ગુણભેદ પણ દેખાય છે. એ ભેદને જોવા તે વ્યવહાર
છે; ને પરમાર્થથી આત્મા નિર્વિકલ્પ–સર્વ ભેદરહિત એકાકાર વસ્તુ છે, તે સ્વાનુભવમાં
વ્યક્ત છે, ને સર્વ વિભાવનો મેટનશીલ છે, એટલે કે એનો નિજસ્વભાવ પરમ શુદ્ધ છે,
તેમાં કોઈ વિભાવ નથી; તેના અનુભવથી સમસ્ત વિભાવ મટી જાય છે.–આવા
આત્માના અનુભવથી જ સાધ્યની સિદ્ધિ થાય છે.
આત્મા શુદ્ધ છે;–કેમ શુદ્ધ છે? કે સર્વ રાગાદિ વિભાવને મટાડવાનો તેનો
સ્વભાવ છે, તેના અનુભવથી સર્વે રાગાદિ મટી જાય છે, તેથી તેનો સ્વભાવ શુદ્ધ છે.
જુઓ, એના અનુભવથી શુદ્ધતા થાય છે ને અશુદ્ધતા મટે છે, માટે એનો સ્વભાવ શુદ્ધ
છે, ને વિભાવનો મેટનશીલ છે. રાગાદિ અશુદ્ધ છે, કેમકે તેના અનુભવથી અશુદ્ધતા
થાય છે. વિભાવ કેમ મટે? કે જેમાં વિભાવ નથી એવા શુદ્ધસ્વભાવના અનુભવવડે
વિભાવ મટે. વિકારનો નાશ કરે એવો સ્વભાવ તો ત્રિકાળ છે જ, પણ તેની સન્મુખ
થઈને તેનો અનુભવ કરે ત્યારે અશુદ્ધતા ટળે.
આત્માનો સ્વભાવ કોઈથી બંધાવાનો નથી, બધાયથી છૂટવાનો જ સ્વભાવ છે.
સ્વભાવ તો છૂટો છે ને તેના અનુભવથી પર્યાયમાં શુદ્ધિ થઈને વિભાવ છૂટે છે. માટે
આત્માસંબંધી અનેક વિકલ્પોથી બસ થાઓ, નિશ્ચયથી શુદ્ધ છું ને વ્યવહારથી અશુદ્ધ છું
અથવા મારો સ્વભાવ શુદ્ધ છે ને અશુદ્ધતા મારા સ્વભાવમાં નથી–એવા અનેક
વિકલ્પોથી अलम् એટલે બસ થાઓ, એ વિકલ્પોવડે કાંઈ સિદ્ધિ નથી, શુદ્ધ–આત્મા
અનુભવરૂપ દર્શન–જ્ઞાન–ચારિત્રવડે જ સાધ્યની સિદ્ધિ થાય છે. માટે વિકલ્પથી પાર
શુદ્ધવસ્તુને પ્રત્યક્ષ