: શ્રાવણ : આત્મધર્મ : ૯ :
અનાદિથી અજ્ઞાનજન્ય વિકલ્પજાળમાં ઢંકાયેલી શુદ્ધ
ચૈતન્યવસ્તુને પરભાવોથી અત્યંત જુદી બતાવીને સંતો કહે છે કે
અરે જીવો! તમારી આ ચૈતન્યવસ્તુને સદાય પરભાવોથી અત્યંત
ભિન્નપણે અનુભવો. અરે જીવ! એક ક્ષણ પણ તું વિકલ્પ વગરનો
નથી રહી શકતો; એકવાર તો વિકલ્પથી જુદો પડીને તારી
સ્વવસ્તુને દેખ.....તને કોઈ અપૂર્વ આનંદ થશે. એ સ્વભાવદશાનું
સરસ વર્ણન કરીને અહીં તેની પ્રેરણા કરે છે.
(કલશ ટીકા–પ્રવચન)
चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं
कनकमिव निमग्नं वर्णमालाकलापे।
अथ सततविविक्तं द्रश्यतमेकरूपं
प्रति पदमिदमात्मज्योतिरुघोतमानम्।।
જેને નજરમાં લેતાં અપૂર્વ ચૈતન્યનિધાન પ્રગટ દેખાય એવી વસ્તુ પોતામાં જ
છે, તેને સર્વથા અનુભવો. द्रश्यतां નો અર્થ જ અનુભવરૂપ કરો–એવો કર્યો. અમને
આવી શુદ્ધજ્યોતિરૂપ આત્મવસ્તુ જ સંપૂર્ણપણે અનુભવરૂપ હો. આચાર્યદેવને સાધકદશા
તો શુદ્ધાત્માના અનુભવથી થઈ છે, ને તેની જ પૂર્ણતાની ભાવના ભાવે છે.
જેમ નાટકમાં એક જ માણસ જુદા જુદા અનેક ભાવો દેખાડે છે તેમ આ
‘સમયસાર–નાટક’ માં એક જીવવસ્તુ જુદા જુદા આશ્ચર્યકારી અનેક ભાવોપણે દેખાય
છે. ક્્યારેય શુદ્ધરૂપે ક્્યારેય અશુદ્ધરૂપે એમ અનેક ભિન્નભિન્ન ભાવપણે એક જ
જીવવસ્તુ પરિણમતી દેખાય છે; તે જાણતાં આશ્ચર્ય ઉપજે છે. ને તે બધા ભાવોમાં
એકરૂપે રહેનાર શુદ્ધજીવવસ્તુને સમ્યગ્દ્રષ્ટિ ઓળખી લ્યે છે. અનેકપણાને દેખતાં
જીવવસ્તુના સાચા સ્વરૂપનું દર્શન (સમ્યક્–દર્શન) થતું નથી. એકરૂપ રહેનાર એવા
શુદ્ધસ્વરૂપે દેખતાં જીવવસ્તુનું સાચું સ્વરૂપ દેખાય છે એટલે કે સમ્યક્–દર્શન થાય છે.
અરે, તારું આવું શુદ્ધતત્ત્વ, તેને અમર્યાદિત કાળથી તેં નવતત્ત્વથી વિકલ્પજાળમાં
ઢાંકી દીધું. વિકલ્પના અનુભવમાં જ તું ગૂંચવાયો પણ વિકલ્પથી બહાર નીકળીને તારી