Atmadharma magazine - Ank 262
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 37

background image
: ૧૦ : આત્મધર્મ : શ્રાવણ :
ચૈતન્યવસ્તુને તેના એકસ્વરૂપે તેં અનુભવમાં ન લીધી. તેં જ તારી વસ્તુને મિથ્યાવિકલ્પ–
જાળથી ઢાંકી દીધી. પણ હવે અમે તને વિકલ્પજાળમાંથી બહાર કાઢીને શુદ્ધ ચૈતન્યવસ્તુ
બતાવી, માટે હવે આ શુદ્ધ ચૈતન્યવસ્તુને તારા સર્વ ગુણપર્યાયોમાં પ્રકાશમાન તું દેખ.
द्रश्यतां એટલે અંર્તદ્રષ્ટિવડે તેને અનુભવરૂપ કર. દેખવાનો અર્થ જ અનુભવ કહ્યો.
નવતત્ત્વની વિકલ્પજાળ એટલે કે રાગાદિ વિભાવો સાથે એકત્વરૂપ પરિણમન,
તે પણ છે તો જીવના જ અસ્તિત્વમાં, રાગાદિ પરિણામ કાંઈ જડવસ્તુમાં નથી. આ રીતે
સુવર્ણપાષાણની જેમ આત્મા વિકલ્પદશારૂપ અનાદિથી વર્તી રહ્યો છે; પોતે સ્વયં એવી
વિભાવદશારૂપે પરિણમી રહ્યો છે.–માટે તે પણ અસ્તિરૂપ છે, તે સર્વથા જૂઠ નથી.–આ
તો પર્યાયનું જ્ઞાન કરાવીને એક પક્ષ બતાવ્યો.
अथ એટલે કે હવે બીજો પક્ષ દેખાડે છે: પર્યાયમાં અનાદિથી અશુદ્ધતા હોવા
છતાં શુદ્ધજીવવસ્તુની દ્રષ્ટિથી જુઓ તો તે વસ્તુ સદા એકરૂપ છે, સદાય વિભાવથી
વિભક્ત છે, તે શુદ્ધજીવવસ્તુ પર્યાયેપર્યાયે સદા પ્રકાશમાન છે, તેને પરભાવથી ભિન્નપણે
દેખો. વિકલ્પ અનાદિનો છે તે કાંઈ શુદ્ધજીવવસ્તુમાં ઘૂસી ગયો નથી. અનાદિથી પરવસ્તુ
વગર જ (પરના અભાવમાં જ) આત્મા રહ્યો છે; અજ્ઞાનીએ અનાદિથી વિકલ્પ વગર
એક ક્ષણ પણ ચલાવ્યું નથી, વિકલ્પને જ અનુભવ્યા કરે છે; તે વિકલ્પ વગરનો થઈને
એટલે કે તેનાથી જુદો પડીને, વિકલ્પથી રહિત એવી શુદ્ધ જીવવસ્તુને પ્રતીતમાં લેતાં
સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનને પર વિના ચાલે છે, વિકલ્પ વિના પણ ચાલે છે, પણ
પોતાની શુદ્ધજીવવસ્તુ વગર સમ્યગ્દર્શનને એક ક્ષણ પણ ચાલે નહિ.
જુઓ, આ ભગવાનના મોટા ધર્મદરબારમાં સમવસરણમાં દિવ્યધ્વનિથી
ચૈતન્યવસ્તુ ખુલ્લી કરીને ભગવાને બતાવી છે; ને સમકિતી–સંતોએ ઝીલીને તે પ્રગટ
કરી છે. અરે, આવી શુદ્ધચૈતન્યવસ્તુ આત્મજ્યોત સદાય પ્રકાશમાન છે, પણ વિકલ્પોના
ધૂમાડા આડે અજ્ઞાનીને તે દેખાતી નથી. જે એકલા ધૂમાડા જેવા વિકલ્પને જ દેખે–
અનુભવે, તેને શુદ્ધ ચૈતન્યના આનંદરૂપ લાપસી ક્યાંથી દેખાય? તેનો સ્વાદ ક્્યાંથી
આવે? ભાઈ, અમે તારી ચૈતન્યવસ્તુને ખૂલ્લી કરીને બતાવી છે, તેને તું દેખ. વિભાવ
વખતેય તારી જીવવસ્તુ એકસ્વરૂપે પ્રકાશમાન છે, તે કાંઈ નાશ પામી ગઈ નથી.
જુઓ, બંને પડખાં બતાવીને, શુદ્ધજીવવસ્તુને અનુભવવાનું કહ્યું બે પડખાં કયા?
(૧) પર્યાયમાં નવવિકલ્પરૂપ વિભાવપરિણમન.
(૨) વિકલ્પથી પાર શુદ્ધ એકરૂપ જીવવસ્તુ.
એ બંનેને જાણીને જ્ઞાન વિકલ્પથી જુદું થઈને શુદ્ધજીવવસ્તુને અનુભવે છે, તે જ
સમ્યક્ત્વ અને મોક્ષમાર્ગ છે. એકલા વિકલ્પને જાણતાં તેના જ અનુભવમાં જે જ્ઞાન
અટકી જાય તે જ્ઞાન શુદ્ધજીવવસ્તુને જાણી શકે નહિ, તેનું જ્ઞાન એકાન્ત છે, તે
સમ્યગ્જ્ઞાન નથી.