Atmadharma magazine - Ank 262
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 37

background image
: ૧૨ : આત્મધર્મ : શ્રાવણ :
નિર્મળઅવસ્થાના ઉત્પાદ–વ્યયને કાંઈ વસ્તુમાંથી કાઢી શકાતો નથી, તે તો
વસ્તુનું સ્વરૂપ જ છે; પણ આ વસ્તુ ને આ તેના ઉત્પાદ–વ્યય–એવા ભેદો પાડતાં
એકરૂપ વસ્તુ અનુભવમાં નથી આવતી, વિકલ્પ મટતો નથી; માટે કહે છે કે ભેદને
દેખવાથી શુદ્ધ આત્માનું સમ્યગ્દર્શન થતું નથી. એકાકાર થઈને શુદ્ધવસ્તુને અભેદપણે–
તેમાં એકાગ્ર થઈને દેખતાં જ સમ્યગ્દર્શન થાય છે. એકવાર સ્વાનુભવથી આવી પ્રતીત
થઈ પછી સવિકલ્પકાળે પણ તે પ્રતીત ખસતી નથી. છતાં પછી પણ મોક્ષમાર્ગમાં
અભેદ–સ્વાનુભવવડે આગળ વધાય છે, ને કેવળજ્ઞાન થાય છે.
નવના વિકલ્પ નહિ, દ્રવ્ય–ગુણ–પર્યાય કે ઉત્પાદ–વ્યય–ધુ્રવ એવા ત્રણના વિકલ્પ
નહિ, ને ગુણ–ગુણીભેદરૂપ બેના વિકલ્પવડે, કે હું જ્ઞાયક એવા એકના વિકલ્પવડે પણ
સ્વાનુભૂતિ કે સમ્યગ્દર્શન થતું નથી. સમસ્ત વિકલ્પોથી જુદી જ જ્ઞાનજ્યોત પ્રકાશે છે,
તે જ સ્વાનુભૂતિ છે. સ્વાનુભવ વગર અજ્ઞાની જીવ નવતત્ત્વના વિકલ્પમાં સંતાયેલી
આ જ્ઞાનજ્યોતિને શોધી શકતો ન હતો; વિકલ્પજાળમાં તન્મય થઈને પોતે પોતાના
શુદ્ધસ્વરૂપને સંતાડી દીધું હતું.–ઢાંકી દીધું હતું, તેને અહીં ખુલ્લું કરીને સન્તોએ દેખાડયું
છે. ‘વાહ!
सरस सहस यह ग्रंथ!’ સ્વાનુભવનો પંથ આ ગ્રંથમાં પ્રગટ કર્યો છે.
समयसार’ એટલે સારમાં સાર વસ્તુ, એનું દોહન કરીને અમૃતચંદ્રાચાર્યે ટીકા અને
કલશ રચ્યા; તે કળશના પણ અધ્યાત્મભાવો ખોલીને આ કળશટીકામાં એકલો સાર
ભરી દીધો છે...એકલો શુદ્ધાત્માના અનુભવનો અધ્યાત્મરસ ઘૂંટયો છે. આ સમયસાર
એટલે ભરતક્ષેત્રનો ભગવાન...ને એનો વાચ્ય ‘ભગવાન સમયસાર’ અંતરમાં છે.
ચેતના જેનું લક્ષણ છે તે આત્મા–એમ લક્ષણ વડે અનુમાન થાય છે, પણ પ્રત્યક્ષ
અનુભવ થતો નથી. શુદ્ધાત્માના પ્રત્યક્ષ અનુભવમાં તો લક્ષણનોય વિકલ્પ નથી,
અનુભવ વસ્તુ જુદી છે ને વિકલ્પ વસ્તુ જુદી છે. ‘જ્ઞાન તે આત્મા’ એટલોય વિકલ્પ
સ્વાનુભવમાં સમાય નહિ. સ્વાનુભવમાં આખો શુદ્ધ આત્મા સમાય, પણ વિકલ્પનો એક
કણિયો પણ એમાં ન સમાય. ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વમાં આવી વસ્તુ અનુભવમાં
આવી જાય છે, ને ત્યારે જ મોક્ષમાર્ગની ધારા શરૂ થાય છે.
ઉમાસ્વામી તત્ત્વાર્થસૂત્રમાં કહે છે–उत्पादव्ययध्रौव्ययुक्तं सत्,
અહીં કહે છે કે સ્વાનુભવમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવના વિકલ્પ અસત્,
–બંનેમાં કાંઈ વિરુદ્ધતા નથી. ત્યાં પ્રમાણવસ્તુનું જ્ઞાન કરાવ્યું છે; ને અહીં તે
જ્ઞાનપૂર્વક શુદ્ધવસ્તુસ્વભાવના અનુભવની વાત છે. આત્માનો અનુભવ કેમ થાય તેની
આ વાત છે. આવો અનુભવ કરવો તે સિદ્ધાંતનો સાર છે, તે જ આત્માનું હિત છે.